આસામમાં પૂરથી ૨૨ લાખ લોકો પ્રભાવિત, ૧૨૬ના મોત

 

 

આસામ: આસામ રાજયભરમાં  થઇ રહેલ ભારે વરસાદ અએ ત્યારબાદ આવેલ પુરના કારણે ૨૨ લાખથી વધુ લોકો પ્રભાવીત થાય છે. કછાર જિલ્લાના સિલ્ચર શહેરમાં સ્થિતિ હજુ પણ ગંભીર છે. જયારે અધિકારીઓએ કહ્યું કે મોટાભાગના સ્થળોએ પાણીનું સ્તર ઘટી રહ્યું છે.

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, ૨૮ જિલ્લાઓમાં અસરગ્રસ્ત લોકોની સંખ્યા ઘટીને ૨૨.૨૧ લાખ થઇ ગઇ. જે અગાઉના દિવસે ૨૫.૧૦ લાખ હતી. અધિકારીઓએ જણાવ્યું કે રાજયમાં પૂરની સ્થિતિ સુધરી રહી છે. અનેક જગ્યાએ પાણીનું સ્તર ઘટી રહ્યું છે. જયારે ૨,૫૪૨ ગામો પૂરથી પ્રભાવિત છે, અને ૨,૧૭,૪૧૩ લોકોએ ૫૬૪ રાહત શિબિરોમાં આશ્રય લીધો છે. કોપિલી, બરાક અને કુશિયારા નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.

એક સપ્તાહથી પાણીમાં ડૂબેલા સિલ્ચર શહેરમાં બચાવ અને રાહત કામગીરી ઝડપી કરવમાં આવી છે. જિલ્લા પ્રશાસન, એનડીઆરએફ, એસડીઆરએફ અને એરફોર્સ પૂર પીડિતોની મદદ માટે સાથે મળીને કામ કરી રહ્યાં છે. જો કે, એક લાખથી વધુ લોકો હજુ પણ ઇમારતોમાં ફસાયેલા છે, કારણકે તેમના મકાનોના ગ્રાઉન્ડ ફલોર સંપૂર્ણપણે ડૂબી ગયા છે. કછારના ડેપ્યુટી કમિશનર કીર્તિ જલ્લીએ જણાવ્યું હતું કે માનવરહિત એરિયલ વ્હીકલ (યુએવી) સિલ્ચર શહેરનો પૂરનો નકશો તૈયાર કરવા, માટે સર્વલન્સ અને સર્વ કરી રહ્યું છે. વિવિધ વિસ્તારોમાં નુકસાનની હદને ઓળખવા અને ભવિષ્યમાં નુકસાન ઘટાડવાના પગલાં લેવામાં મદદ મળી શકે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ બે દિવસમાં બે વખત સિલ્ચરની મુલાકાત લીધી અને શહેરમાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી. બેટકુંડીમાં ડદ્યેમમાં ભંગાણ થયા બાદ વહેણ પાણીને કારણે સિલ્ચર ખરાબ રીતે પ્રભાવિત થયું છે.