
આસામમાં લાગુ કરવામાં આવેલાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિજન મુદાં બાબતે સંસદમાં અને સંસદની બહાર જબરદસ્ત રાજકીય હંગામો કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપના મહાસચિવ રામ માધવે કહ્યું હતું કે, આસામમાં રાષ્ટ્રીય નાગરિક નોંધણીની અંતિમ યાદીમાં સમાવિષ્ટ ન કરવામાં આવેલા લોકો પાસેથી તેમનો મત આપવાનો અધિકાર પરત લઈ લેવામાં આવશે. તમને તેમના વતનના દેશમાં પરત મોકલી આપવામાં આવશે. તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે, 1985માં થયેલી સમજૂતી અંતર્ગત, એનઆરસીને અપડેટ કરવામાં આવી રહી છે.