આસામનાં  23 વર્ષીય લવલીના ઓલિમ્પિક બોકસિંગમાં  તામ્ર ચંદ્રક(બ્રોન્ઝ મેડલ) જીતનારાં ત્રીજા ભારતીય ખેલાડી બન્યાં

 

   બોકસર લવલીના બોરગોહેન ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચવાનું ચૂકી ગયા હતા. પણ તેમણે બ્રોન્ઝ મેડલ હાંસલ કરી લીધો હતો. આ રીતે તેઓ બ્રોન્ઝ મેડલ જીતનારા બોકસિંગના ત્રીજા ભારતીય ખેલાડી બન્યાં છે. તેમની પહેલાં વિજેન્જ્ર સિંહે ( બીજિંગ ઓલિમ્પિક -2008) અને એમ. સી. મેરી કોમ ( લંડન ઓલિમ્પિક -2012) બોકસિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યાં હતા. લવલીનાનું પ્રદર્શન ત્રીજા રાઉન્ડમાં વધુ ખરાબ રહ્યું હતું. તેમને 3 જજોએ 9 પોઈન્ટ, અને બે જજોએ 8-8 પોઈન્ટ આપ્યા હતા. જો કે લવલીના પહેલીવાર આોલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે. એ દ્રષ્ટિએ તેમનું બ્રોન્ઝ મેડલ જીતવું પણ સુવર્ણ ચંદ્રક જેવું જ મહત્વનું છે. ઉલ્લેખનીય વાત એ છેકે, ગત વરસે તેઓ  કોરોનાથી સંક્રમિત થયા હોવાને કારણે યુરોપમાં અભ્યાસ -પ્રવાસ કરવા માટે જઈ શક્યા નહોતા આસામના ગોલાઘાટ  જિલ્લાના વતની લવલીનાએ કિક બોકસર તરીકે શરૂઆત કરી હતી. પરંતું પાછળથી ભારતીય ખેલ પ્રાધિકરણના અધિકારીઓે તેમનામાં રહેલી પ્રતિભાને આળખી હતી. આ અધિકારીઓના પ્રયાસને કારણે જ તેઓ બોકસિંગની વિશ્વ- સ્પર્ધામાં (2018માં ) સામેલ થઈ શક્યા હતા.તે સમયે તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે બીજીવાર તેઓ ઓલિમ્પિક સ્પર્ધામાં   બોકસિંગમાં બ્રોન્ઝ મેડલ જીતી ગયાં છે.