
આસામ, મિઝોરમ અને ત્રિપુરામાં બેસુમાર વરસાદ, પૂર અને ભેખડો ધસી પડવાને કારણે આશરે 21 જણાના મૃત્યુ થયાં હતાં. આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બ્રહ્મપુત્રા નદી 2-3 દિવસમાં ભયજનક સપાટી વટાવી દેશે. વરસાદ અને પૂરના કારણે અનેક વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો છે. અનેક જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ અને ઓફિસો બંધ રાખવાની ફરજ પડી હતી. ત્રિપુરામાં પૂરને કારણે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. મણિપુરમાં પૂરને લીધે સાત જણાના મૃત્યુ નિપજ્યા હતૈા. રાહત શિબિરોમાં 40 હજારપતી વધુ લોકોએ આશ્રય લીધો હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.