આશુતોષ  ગોવારીકરની ફિલ્મ પાણીપત માટે ખૂબ જઉત્સાહિત  છે અભિનેતા અર્જુન કપુર ..

0
1288

અભિનેતા  અર્જુન કપુરે હાલમાં જણાવ્યું હતું કે, મારી આગામી ફિલ્મ પાણીપત મારા માટે સૌથી ટફ અને સોથી મહત્વની ફિલ્મ છે. આ ફિલ્મ જોધા અકબર અને લગાન જેવી સુંદર ફિલ્મો બનાવનારા દિગદર્શક આશુતોષ ગોવારીકર ખૂબ જ લગનથી બનાવી રહયા છે. આ ફિલ્મમાં અર્જુન કપુરની સાથે સંજય દ્ત અને કૃતિ સેનન પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. મરાઠા સામ્રાજયના રાજ ઘરાનાના યોધ્ધાઓએ અફઘાનિસ્તાનથી ચઢી આવેલા અહમદ શાહ અબદલ્લી સાથે કરેલા યુધ્ધની વાતો ઈતિહાસમાં પાણીપતના યુધ્ધ તરીકે જાણીતી છે. ભારતમાં બે જણાએ અબદલ્લીને સાથ – સહકાર આપ્યો હતો. એક તો દોઆબના રોહિલ્લા અફઘાન અને બીજા અવધના નવાબ શુજા- ઉદ્. દૌલા .