આશુતોષ ગોવારીકરની ઐતિહાસિક ફિલ્મમાં ભૂમિકા ભજવનારા મોહનિશ બહેલના અભિનયની પ્રશંસા થઈ રહી છે.

0
1339

 મહાન અભિનેત્રી સદગત નૂતનના પુત્ર મોહનિશ બહલ એક ખૂબ જ સરળ અને ઈમાનદાર વ્યક્તિ છે. બોલીવુડની ફિલ્મોમાં તેઓ આજકાલ બહુ દેખાતા નથી. તેમણે અનેક હિન્દી ફિલ્મોમાં વિલન અને ચરિત્ર અભિનેતાની ભૂમિકા ભજવી છે. રાજશ્રી ફિલ્મસ- સૂરજ બડજાત્યાની ફિલ્મોમાં તેઓ અચૂક જોવા મળે છે. હમ આપકે હૈ કોન, હમ સાથ સાથ હૈ – વગેરે ફિલ્મોમાં તેમના અભિનયની ખૂબ જ પ્રશંસા થઈ હતી. તાજેતરમાં રિલિઝ થયેલી તેમની ફિલ્મ પાણીપતમાં તેમના અભિનયના વખાણ થઈ રહ્યા છે. પાણીપત શબ્દથી ભારતીય ઈતિહાસનમા જાણકારો સુપેરે પરિચિત છે. પાણીપતની ત્રીજી લડાઈ અફઘાનિસ્તાનથી આવીને ભારત પર આક્રમણ કરનારા બાદશાહ અહેમદ શાહ અબ્દાલી અને મરાઠા યોધ્ધાઓ વચ્ચે થયેલી જીવ સટોસટની લડાઈની વાત છે. વતનની રક્ષા માટે, ધમર્ની રક્ષા માટે , હિંદુ સંસ્કૃતિની રક્ષા માટે જાન કુરબાન કરનારાન મરાઠા સૈનિકો- પેશવાના રજવાડી શાસનકાળના જાંબાઝ – બહાદુર સેનાપતિની કથા છે. આ પાણીપતની આખરી લડાઈ 14 જાન્યુઆરી, 17621ના થઈ હતી. આ ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત, અર્જુન કપુર, કૃતિ સેનન સહિત અનેક પ્રતિુભાશાળી કલાકારોએ ભૂમિકા ભજવી છે. ભારતીય ઈતિહાસના ચાહક અને ભારતની સંસ્કૃતિ તેમજ જીવન- રીતિને ચાહનારા દરેક કલારસિકને આ ફિલ્મ ગમી જાય એવી છે.