
તાજેતરમાં નવા સંગીતકાર નીતિન શંકર માટે આશાજીએ ગીત ગાયું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, નવી પેઢીને રસ પડે તેવા ગીતો ગાવાનું મને ગમે છે. મારા ગાીત સાંભળીને યુવા પેઢી આનંદ મેળવે તો એ મારા માટે આનંદની બાબત છે. હું વિવિધતા સભર ગીતો ગાઈ શકું છું. પણ જે ગીતોના શબ્દો વલ્ગર હોય, દ્વિઅર્થી હોય એવા શબ્દોવાળા ગીતો ગાવામાં મને બિલકુલ રસ નથી. માત્ર પૈસા કમાવા માટે હું બાંધછોડ કરતી નથી. નીતિન શંકર સંપૂર્ણતાના આગ્રહી સંગીતકાર છે. તેમની વ્હોટસએપ હિન્દી ફિલ્મ માટે મેં ગીત ગાયું એ વાતનો મને આનંદ છે.