આશરે  3 લાખથી વધુ ભારતીય મૂળના વસાહતીઓ અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવા રાહ જોઈ રહ્યા છે..

યુએસ સિટીઝનશિપ અેન્ડ ઈમિગ્રેશન સર્વિસ ( યુએસસીઆઈએસ) દ્વારા પ્રકાશિત 2018ના વરસની યાદીમાં જણાવ્યા અનુસાર, તાજેતરમાં અમેરિકામાં કાયમી નિવાસ માટે વિદેશીઓને અપાતા ગ્રીનકાર્ડના વેઈટિંગ લિસ્ટમાં વસાહતીઓની સંખ્યા 3,95, 025ની છે. જેમાં 3,06,601 જેટલા ભારતીય મૂળના વસાહતીઓનો સમાવેશ થાય છે. ભારતના વસાહતીઓ બાદ ચીનના વસાહતીઓનો ક્રમ છે.