આવી રહી છે સાયકોલોજીના વિષય પર આધારિત  ફિલ્મ – મેન્ટલ હૈ કયા… –કંગના રનૌત અને રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં,

0
25
IANS

એકતા કપૂર ટીવી સિરિયલોના વિશ્વમાં એકચક્રી શાસન ચલાવે છે, એની સાથે સાથે એકતા નાના મોટા બજેટની , ચિત્ર- વિચિત્ર કન્ટેન્ટ દરાવતી, રોમાંચક, ઉત્તેજક ફિલ્મોનું પણ બેધડક નિર્માણ કરે છે અને  અઢળક નાણાં કમાય છે. હેટસ્ટોરીઝ, સની લિયોનીની ફિલ્મો એના ઉદાહરણો છે. એકતાને હંમેશા કશુક નવું અને પડકારરૂપ કરવું ગમે છે. હવે એકતા કપૂર કંગના રનૌત અને રાજકુમાર રાવને ચમકાવતી એક માનસશાસ્ત્રીય કથા-વસ્તુ ધરાવતી ફિલ્મ બનાવી રહ્યા છે. જેનું પોસ્ટર રિલિઝ કરી દેવામાં આવ્યું છે. જાતજાતની ભાવમુદ્રા પ્રગટ કરતું આ પોસ્ટર જોઈને પ્રેક્ષકોને એ ફિલ્મ જોવાની ઈંતેજારી રહેશે જ..