આવી રહી છે મોગલકાળની તવારીખના એક ખાસ તબક્કાને પેશ કરતી ઐતિહાસિક ફિલ્મ તખ્ત..

0
785

કરણ જોહરની ફિલ્મ તખ્ત વિષે બોલીવુડમાં ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. બાદશાહી પરિવેશમાં પેશ કરાનારી આ ફિલ્મમાં બોલીવુડના જાણીતા અને નવોદિત કલાકારોનો કાફલો  ભૂમિકાઓ ભજવી રહ્યો છે. સંજય લીલા ભણશાળીની ફિલ્મોમાં અનેરો અભિનય કરીને પોતાની પ્રતિભા પુરવાર કરનાર ઊર્જાવાન અભિનેતા રણવીર સિંહ આ ફિલ્મમાં શાહજહાના તત્વજ્ઞાની( ફિલોસોફર)અને વિદ્વાન પુત્ર દારા શિકોહની ભૂમિકા ભજવશે એમ જણાવવામાં આવ્યું હતું. શાહજહાની ભૂમિકામાં અનિલ કપુર, ઔરંગઝેબની ભૂમિકામાં વિકી કૌશલ અને શાહજહાની પુત્રી જહાનઆરાના પાત્રમાં કરીના કપુર ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને જાહનવી કપુર પણ ભૂમિકા ભજવી રહ્યા છે.

  કે. આસિફની મુગલ-એ- આઝમ, નૂરજહાં, જહાંઆરા, સોહરાબ મોદીની પુકાર,આશુતોષ ગોવારીકરની જોધા- અકબર,  તાજમહલ વગેરે હિન્દી ફિલ્મોમાં મોગલકાળના બાદશાહોના જીવનની દિલચશ્પ કથાઓ પેશ કરાઈ છે. હવે કરણ જોહર મોગલકાળની એક નવી  દાસ્તાન રજૂ કરી રહ્યા છે