આવી રહી છે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘના જીવનને પેશ કરતી ફિલ્મ- ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર .

0
962

આવતી કાલે 27 ડિસેમ્બરે જે ફિલ્મનું ટ્રેલર જારી કરશે, તેનું નામ છેઃ ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર. કોંગ્રસના શાસનકાળમાં વડાપ્રધાનનો  હોદો્ સંભાળનારા મનમોહન સિંઘના જીવન અને કર્તૃત્વને પેશ કરતી આ ફિલ્મમમાં મનમોહન સિંઘની ભૂમિકા ભજવી છે બોલીવુડના પીઢ અને કાબેલ કલાકાર અનુપમ ખેરે. આ ફિલ્મમાં અભિનય કરીને અનુપમ ખેરે પોતાની કારકિર્દીમાં એક વધુ સિધ્ધિ મેળવી છે. જે વ્યકિત હયાત છે, તેનું ચરિત્ર તખ્તા પર પેશ કરવું અતિ દુષ્કર હોય છે. પ્રેક્ષકો અને વિવેચકો પરદા પરની ભૂમિકાને બારીકાઈથી નિહાળતા હોય છે. એમાંય જો એ વ્યક્તિ કોઈ સેલિબ્રિટી કે મહાનુભાવ હોય તો એના વ્યક્તિત્વના એક એક પાસાની , એની ખાસિયતોની, એની બોલચાલની, એની ભાવ-ભંગિમાઓની તેમજ એની બોડી લેન્ગ્વેજની સુધ્ધાં ઝીણવટભરી છણાવટ કરાતી હોય છે. પ્રેક્ષકોની પરીક્ષામાંથી  પાર ઊતરવું અઘરું બને છે. . થોડાક મહિનાઓ અગાઉ સંજય દત્તની બાયોપિક ફિલ્મ સંજુ રજૂ થઈ હતી. જેમાં રણવીર કપૂરે ભજવેલી સંજય દત્તની ભૂમિકાની સહુએ મુક્તકંઠે પ્રશંસા કરીહતી. ટિકિટબારી પર પણ આ ફિલ્મે સારી આવક કરી હતી. હવે મનમોહન સિંઘની ભૂમિકામાં અનુપમ કેટલો અનુપમ અભિનય કરીને પાત્રને હૂબહૂ પેશ કરી શકે છે એની ખબર પડશે…