આવીરહ્યો છે રાોહિત શેટ્ટીનો સૂર્યવંશી અભિનેતા ફિલ્મ સૂર્યવંશીમાં  સૂર્યવંશી બનીને!

0
910

વાત માત્ર એટલી જ છેકે સંખ્યાબંધ બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર પ્રતિભાશીલ નિર્દેશક  રોહિત શેટ્ટી હવે ફિલ્મ સિંઘમની શુંખલામાં એજ શૃખંલાની ફિલ્મ સૂર્યવંશી રજૂ કરવાના છે, જેમાં ઈન્સ્પેકટર સૂર્યવેશીની ભૂમિકામાં પેશ થશે અભિનેતા અક્ષયકુમાર. સિંઘમ ફેંચાઈઝનું વિસ્તરણ થઈ રહ્યું છે. અજય દેવગણ અભિનિત સિંઘમ એઅને સિંધમ -2 બાદ રણવીર સિંહને લઈને રજૂ થઈ ફિલ્મ – શિંબા .. આફિલ્મમાં રણવીર સિંહનો  અભિનય, એનું વ્યક્તિત્વ દર્શકોને બહુજ ગમ્યું. ટિકિટબારી પર શિંબા ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ. રોહિત શેટ્ટીએ આ શૃંખલા આગળ વધારી. સિંબાના પરાકાષ્ઠાના આખરી દ્રશ્યોમાં જ અક્ષય કુમારનું સૂર્યવંશી તરીકે આગમન – રજૂઆત કરાવી દીધી. હવે અક્ષય કુમાર સૂર્યવંશી બનીને પરાક્રમો કરશે. ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેયર કરીને રોહિત શેટ્ટીએ લખ્યું હતું કે- આ રીતે યુનિવર્સનો વ્યાપ વિસ્તરી રહ્યો છે. એ માટે અમારી ગેમ શરૂ થઈ ગઈ છે. …અર્થાત્ ફિલ્મના શૂટિંગ માટેની તૈયારીઓ  થઈ ચૂકી છે.