આવતી કાલે ભાજપના નેતા યેદિયુરપ્પા કર્ણાટકના મુખ્યપ્રધાન પદના શપથ લેશે -રાજયપાલ વજુભાઈ વાળાએ આપ્યું આમંત્રણ -15 દિવસો દરમિયાન બહુમતી સાબિત કરવી પડશે……..

0
1099

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને બહુમતી મળી નથી.સરકાર રચવા માટે રાજયપાલે વિધાનસભામાં સૌથી વધુ બેઠકો ધરાવનારા ભાજપને આમંત્રણ આપી દીધું હોવાના અહેવાલ મળ્યા છે. સરકાર રચવા માટે ભાજપ અને જેડીએસ સાથે ગઠબંધન કરનારો કોંગ્રેસ પક્ષ આમનેૃ સામને છે. પોતાના પક્ષનો કોઈ વિધાનસભ્ય સામેના પક્ષની છાવણીમાં ના જતો રહે એનું જતન કરવામાં આવી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ – બન્ને રાજકારણની અવનવી  શતરંજ ગોઠવવાની પેરવી કરી રહ્યા છે. જેડીએસ હાલમાં કિંગમેકરની ભૂમિકા અદા કરી રહ્યો છે. ભાજપ જેમ સરકાર રચવાનો દાવો કરી રહ્યો છે , તે જ રીતે કોંગ્રેસ અને જેડીએસ ભેગા મળીને રાજયપાલને મળીને સરકાર રચવા માટે તેઓ જરૂરી સભ્યોની બહુમતી અને વિશ્વાસ ધરાવે છે એવું પ્રતિપાદિત પણ કરી આવ્યા છે. રાજયપાલશ્રીએ યેદિયુરપ્પાને નવી સરકાર રચવાનું આમંત્રણ આપી દીધું હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પણ હજી સુધી આ અંગે કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી