આવક વિના એક મહિનાથી વધુ સમય ટકી ના શકે દેશના 50 ટકા ભારતીયો ..

 

               લોકડાઉન ,ખરાબ અર્થ- વ્યવસ્થા , બેકારી, અભાવ અને ભવિષ્યની ચિંતાએ આજે દેશના મધ્યમવર્ગ અને ગરીબ વર્ગના માણસને અધમુવો કરી નાખ્યો છે. તેનો હવે પોતાની જાત પર ભરોસો રહ્યો નથી. તે પોતાનો આત્મ- વિશ્વાસ ગુમાવી રહ્યો છે. તેને થાય છે કે, તે આખરે કયાં સુધી ઘર ચલાવી શકશે..તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણ અનુસાર, પુરુષોએ એ વાત સ્વીકારી હતી કે કશી પણ આવક વગર તેઓ એક મહિનાથી પણ ઓછા સમય માટે સર્વાઈવ થઈ શકે. જયારે 20.7 ટકા લોકોનું માનવું હતું કે, તેઓ એક મહિના સુધી પોતાનો જીવન- નિર્વાહ ચલાવી શકે. 10.7 ટકા લોકોે કહ્યું હતું કે.તેઓ  આવક વગર પણ એક વર્ષથી વધુ સમય સુધી ટકી શકે છે, સર્વાઈવ થઈ શકે છે. આ સેમ્પલ સર્વે જૂનનાં પ્રથમ સપ્તાહમાં કરવામાં આવ્યો હતો,સમગ્ર દેશની 500 લોકસભાના બેઠકોના મત- વિસ્તારોને તેમાં આવરી લેવામાં આવ્યા હતા.