આવકવેરા ખાતાએ  કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં રોકડ નાણાંની સંઘરાખોરી કરનારા સંઘરાખોર શ્રીમંતોના નિવાસસ્થાનો અને વ્યવસાયો પર દરોડા પાડ્યા હતા

0
812

રોકડ નાણાની બેહિસાબ સંઘરાખોરીને કારણે દેશમાં રોકડ નાણાની અછત સર્જાવા પામી છે. આથી ગત બુધવારે આવરવેરા ખાતાએ  કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં 30 થી 35 સ્થળો પર દરોડા પાડયા હતા.આંધ્રપ્રદેશ અને તેલંગણામાં રોકડ નાણાની તીવ્ર અછત પ્રવર્તે છે. આથી આરબીઆઈએ આ અછતને પહોંચી મળવા માટે બેન્કોને પુરજોશમાં રોકડની સપ્લાય આપવાનું વધારી દીધું હતું એમ આધારભૂત વર્તુળોઓ જણાવ્યું હતું. દરોડાઓ  વિષે સ્પષ્ટતા કરતાં એક રાષ્ટ્રીય અખબારે કહ્યું હતું કે, દરોડા પાડવા માટે એવી વ્યક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છેકે જેમણે ભૂતકાળમાં બેન્કોમાંથી મોટાપ્રમાણમાં કેશ ઉપાડી હોય. દક્ષિણના રાજ્યાોમાં આવકવેરા ખાતાના આ દરોડા દરમિયાન એવી માહિતી જાણવા મળી હતી કે, મોટા કોન્ટ્રકટરો નાના કોન્ટ્રકટરોને ચેક આપે છે અને ખર્ચના નામે બેન્કમાંથી રોક઼ડા  નાણાં ઉપાડે છે.