
તામિલનાડુના સર્વેસર્વા ગણાતા, મોહક વ્યક્તિત્વ ધરાવતા તેમજ ગરીબોમાં અમ્માના હુલામણા નામથી જાણીતા જયલલિતાજી એક અઠંગ રાજકારણી હતા, પણ હવે તેઓ નામશેષ થયા હોવાથી તામિલનાડુમાં કોઈ પ્રતિભાસંપન્ન કે લોકપ્રિય નેતા રહ્યા નથી. બિનહિસાબી સંપત્તિ ધરાવવાના અપરાધ માટે સદગત જયલલિતાની નિકટની સાથીદાર વી કે શશીકલા પણ હાલમાં જેલની સજા ભોગવી રહ્યા છે. 2017માં ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ઓપરેશન કલીન મનીકાર્યક્રમ હેઠળ વી કે શશીકલા તેમના નિકટના સ્વજનોના વિવિધ ઠેકાણાઓ પર રેઈડ પાડી હતી. આ દરમિયાન આશરે 1430 કરોડની બેનામી સંપત્તિના બોગસ દસ્તાવેજો હાથ લાગ્યા હતા. શસીકલાએ નોટબંધી જાહેર થયા બાદ તેમના નામે તેમજ તેમના સગાંઓને નામે ઘણી મિલકતો ખરીદી હતી.જેમાં ચેન્નઈ, કોઈમ્બતુરપોંડિચેરી તેમજ તામિલનાડુના કેટલાક સથળોનો સમાવેશ થતો હતો. ફ્રેબ્રુઆરી, 2017માંં પોતાની આવકથી વધારે મિલકતો ધરાવનારી વ્યક્તિ તરીકે તેમને દોષિત ઠેરવ્યા હતા. જેને માટે શશીકલાને 4 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.