આલુ અર્જુન અને રશ્મિકા મંદાની અભિનિત તેલુગુ ફિલ્મ પુષ્પા – રાઈઝિંગ  ટિકિટબારી પર સફળ, બ્લોકબસ્ટર બનેલી ફિલ્મે  લોકપ્રિયતા ને આવકના વિક્રમો સર્જ્યા .. 

 

   આલુ અર્જુનની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ પુષ્પા રાઈઝિંગ દેશ -વિદેશમાં ટિકિટબારી પર સફળ થઈ છે. એટલું જ નહિ, આ ફિલ્મમાં કોરોનાના સંક્રમણના માહોલમાં પણ 100 કરોડની આવકનો આંકડો પાર કરી ચૂકી છે. લાલ ચંદનના કાષ્ઠની દાણચોરીના કારોબારના કથાનકવાળી ફિલ્મમાં આલુ અર્જુન અને અભિનેત્રી રશ્મિકા મંદાનાના અભિનયના દર્શકો તેમજ ફિલ્મ – વિવેચકો મોંફાટ વખાણ કરી રહ્યા છે.  તેલુગુ ઉપરાંત તામિલ , મલયાલમ અને હિંદીમાં ડબ થયેલી આ ફિલ્મે દક્ષિણ ભારતની ફિલ્મના કલાકારો અને કસબીઓને બોલીવુડની હરોળમાં લાવીને મૂકી દીધા છે. જયારે કોરોના મહામારીના કારણે લાગુ કરાયેલા નિયંત્રણોને કારણે ફિલ્મોને ઓટીટી પર પ્રદર્શિત કરવાનું વલણ વધતું જાય છે ત્યારે આલુ અર્જુનની આ ફિલ્મની સફળતા અને લોકપ્રિયતાના શિખર સર કરીને આગામી ફિલ્મોની રિલિઝ માટે ઉત્સાહજનક વાતાવરણ નિર્માણ કરી દીધું છે. પુષ્પા ફિલ્મનો આ પા્ર્ટ-1 છે, બીજો ભાર નિકટના ભવિષ્યમાં પેશ કરાશે. પુષ્પાની અપાર સફળતા બાદ અભિનેત્રી રશ્મિકા મંદાનાએ તેની સિકવલ માટે પોતાની ફી વધારી ધીધી છે.આ ફિલ્મના પાર્ટ-1 માટે રશ્મિકાએ બે કરોડ રૂપિયા લીધા હતા, હવે સેકન્ડ પાર્ટ માટે રશ્મિકા ત્રણ કરોડની માગણી કરી રહી હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું.