આલિયા ભટ્ટ સાથે ડેટિંગની વાત આખરે સ્વીકારતો રણબીર કપૂર


આખરે રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથે ડેટિંગની વાત સ્વીકારી છે. સામાન્યપણે બોલીવુડના કલાકારો જાહેરમાં પોતાની અફેર કે સંબંધો વિશે સ્વીકાર કરતા નથી. જોકે રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથેની રિલેશનશિપની વાત જાહેરમાં સ્વીકારી છે.
એક ઇન્ટરવ્યુ દરમિયાન રણબીર કપૂરને પૂછવામાં આવ્યું કે તમે આલિયા સાથે ડેટિંગ કરો છો? ત્યારે તેણે કહ્યું કે અત્યારે આ ખરેખર અમારા માટે નવું છે, એને આગળ વધવા દો. અત્યારના આ તબક્કાને પોતે એન્જોય કરે છે. આ પરિસ્થિતિમાં ખૂબ જ એક્સાઇટમેન્ટ હોય છે. આ નવી વ્યક્તિ છે. હું રિલેશનશિપનું વધુ મહત્ત્વ સમજું છે.
ખરેખર તો પ્રથમ વાર રણબીર કપૂરે આલિયા સાથેના તેમના સંબંધનો સ્વીકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં રણબીર કપૂરની કો-સ્ટાર આલિયા ભટ્ટ છે અને આલિયા ભટ્ટ સાથે તે ડેટિંગ કરી રહ્યો હોવાની અફવા ઘણા સમયથી ચાલી રહી છે.