આલિયા ભટ્ટ કહે છેઃ હું લિવ-ઈન રિલેશનશીપમાં રહેવા માટે તૈયાર નથી…

0
1278

 

આજકાલ આલિયા ભટ્ટ રણવીર કપૂર સાથેના લિંકઅપને લીધે મિડિયામાં ચર્ચાની ટોચ પર છે. અયાન મુખરજી નિર્દેશિત ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં આલિયા ભટ્ટ  રણવીર કપુર સાથે હીરોઈનની ભૂમિકા ભજવી રહી છે. હાલમાં ફિલ્મનું શૂટિંગ જોરશોરથી ચાલી રહ્યું છે. આ સિવાય ફિલ્મી કે ગેરફિલ્મી કાર્યક્રમોમાં આલિયા અને રણવીર એકસાથે જોવા મળતા હોવાથી મિડિયામાં જાતજાતની વાતોઅને અનુમાનો થઈ રહ્યા છે. તાજેતરમાં  એક ઈન્ટરવ્યૂમાં આલિયાએ કહ્યું હતું કે, તે લિવ ઈન રિલેશનશીપમાં રહેવા ઈચ્છતી નથી. જેની સાથે એને રહેવું હશે એ વ્યક્તિ સાથે એ લગ્ન કરીને જ રહેશે. ખાસ તો આલિયાને બાળકો બહુ ગમે છે.તે કહે છેઃ જયારે મને એવું લાગશે કે બાળકોની સારસંસંભાળ રાખવા માટે હું સક્ષમ છું.  ત્યારે હું ચોક્કસ લગ્ન કરી લઈશ. રણવીર કપુર હાલમાં આલિયાને ડેટ કરી રહ્યો છે. આલિયાના સિધ્ધાર્થ મલહોત્રા સાથેના સંબંધો તૂટી ગયા બાદ હવે આલિયા રણવીર કપુરના સંબંધો વધુ ગાઢ બન્યાની વાત બોલીવુડમાં છડેચોક ગાજતી રહી છે.