આલિયા ભટ્ટ અને રણબીર કપુરના લગનના જલ્દીથી ઢોલ વાગશે..

0
737

 

   આલિયા ભટ્ટ અને રણબીર કપુર બન્ને બોલીવુડના યુવાન અને પ્રતિભાશીલ કલાકાર છે. તેમણે અનેક બ્લોકબસ્ટર ફિલ્મો પણ આપી છે. છેલ્લા કેટલાક સમયથી આલિયા અને રણબીર કપુર એકમેકને ડેટ કરી રહ્યા છે. દીપિકા અને કેટરિના કેફ સાથે સંબંધ તૂટ્યા બાદ રણબીર અને  આલિયા વચ્ચે નિકટના મૈત્રી સંબંધ બંધાયા હોવાની વાત મિડિયામાં વારંવાર ચર્ચાતી રહી છે. હાલમાં મળેલા સમાચાર અનુસાર, આલિયા અને રણબીર 2020માં લગન કરી શકે છે. પોતાના ઈલાજ માટે એકાદ વરસથી ન્યુ યોકમાં રહેતા ઋષિ કપુર ભારત પાછા ફરે એટલે તરત જ રણબીરના લગ્નની તૈયાૈરીઓ શરૂ કરીદેવામાં આવશે એમ મનાઈ રહ્યું છે. આલિયાભટ્ટે પોતાના લગન માટે પ્રતિષ્ઠિત ડિઝાઈનર સવ્યસાચી  મુખરજીને વેડિંગ માટેનો ડ્રેસ બનાવવાનું પણ જણાવી દીધું છે. આલિયા ભટ્ટ અને રણબીર કપુરના ચાહકોને આ ન્યૂઝ જાણીને આનંદ થવાનો એ નક્કી. …