આર્થિક તંગી અને લાંબી બીમારી સામે ઝઝૂમી રહેલા લોકપ્રિય અભિનેતા આશિષ રોયનું નિધન

 

મુંબઈઃ ફિલ્મ, ટીવી, થિયેટર એક્ટર, વોઈસ ઓવર આર્ટિસ્ટ અને લેખક આશિષ રોયનું લાંબી બીમારીના કારણે મંગળવારે નિધન થયું. તેઓ ગતઅઠવાડિયે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ હતા. ઈન્ડસ્ટ્રીના લોકો પાસે મદદ માટે તેમણે ગુહાર લગાવી હતી. લોકો પાસેથી મદદ મળ્યા બાદ તેમણે સારવાર કરાવીને પોતાના ઘરે ૨૨ નવેમ્બરે પાછા ફર્યા હતા. છેલ્લા ૮ મહિનાથી અઠવાડિયામાં ત્રણ દિવસ તેમનું ડાયલિસિસ ચાલુ હતું. શનિવારે પણ ડાયલિસિસ માટે ગયા હતા, તેમની તબિયત સારી નહતી અને મંગળવારે સવારે ૩ઃ૪૫ વાગ્યાની આસપાસ તેમણે છેલ્લા શ્વાસ લીધા.