આર્થિક ગુલામ બની રહેલ પાકિસ્તાન પાસે ચીન ધાર્યુ કરાવી રહ્યું છે

 

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના એક હાઈડ્રોઈલેક્ટ્રિસિટી પ્રોજેકટ પર કામ કરી રહેલા ચીનના નાગરિકો પર આતંકી હુમલો થયો હતો. જેમાં 10 નાગરિકોના મોત થયા હતા અને 26 ઘાયલ થયા હતા. ચીને આ બદલ પાકિસ્તાન પાસે વળતર માંગ્યુ હતુ. પાકિસ્તાને આનાકાની કરતા ચીને આ યોજના પર કામ બંધ કરી દેવાની ધમકી આપી હતી. જેની સામે સરેન્ડર થયેલા પાકિસ્તાને હવે આ નાગરિકોને કરોડો રૂપિયાનુ વળતર ચુકવવા માટે તૈયારી બતાવી છે. આ મામલામાં પાકિસ્તાન કાયદાકીય રીતે કોઈ જાતનુ વળતર ચુકાવવા માટે બંધાયેલુ નહોતુ પણ ઈમરાનખાન સરકાર ચીનની ધમકી સામે ઝુકી ગઈ છે અને વળતર આપવાની તૈયારી બતાવી છે. આ હાઈડ્રો પ્રોજેકટ માટે વિશ્વ બેન્ક પૈસા આપી રહ્યુ છે અને આ યોજના ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો હિસ્સો પણ નથી. ચીની નાગરિકો પરના હુમલાને પહેલા તો પાકિસ્તાને ગેસ લિકેજના કારણે થયેલા બ્લાસ્ટમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હોત પણ ચીન ભડકી ગયુ હતુ અને આ પ્રોજેક્ટ પર કામ બંધ કરવાની ચીમકી આપી હતી. એ પછી પાકિસ્તાન સરકારે આ આતંકી હુમલો હોવાનુ સ્વીકાર્યુ હતુ. ચીને પોતાના નાગરિકોના મોત બદલ 3.7 કરોડ ડોલરના વળતરની માંગણી કરી છે. ખુદ ચીનમાં પણ પોતાના નાગરિકોના મોત બદલ આટલુ વળતર આપવામાં આવતુ નથી.