આર્ટિકલ 370ના મામલે નીતિશકુમારની પાર્ટી જેડીયૂએ નિવેદન ફેરવી દીધુંઃ હવે મોદી સરકારના નિર્ણયનું કર્યું સમર્થન ..

0
841

રાજકીય પક્ષો હમેશા  પોતાના પક્ષના હિત ને ફાયદો ધ્યાનમાં રાખીને જ નિર્ણય લે છે, દેશનું હિત વિચારીને પોતાનો મત રજૂ કરવાનું કે શાસક પક્ષની સારી બાબતોને ટેકો આપવાનું કાર્ય વિપક્ષો ભાગ્યો જ કરતા હોય છે. જનતાદળ યુનાઈટેડે અગાઉ મોદી સરકારના કલમ 370 અને 35-એ રદ કરવાના ફેંસલાનો વિરોધ કર્યો હતો. હવે નીતિશકુમારે યુૃ- ટર્ન લઈને સરકારના આ પગલાનો પોતાનું સમર્થન આપ્યું છે. જેડીયુના સાંસદે જણાવ્યું હતું કે, આર્ટિકલ 370 રદ કરવાના મોદીના પગલાંનું અમે સમર્થન કરીએ છીએ. જમ્મુ- કાશ્મીર એ ભારતનું અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે.