
…
સરકાર અને આરબીઆઈ વચ્ચે તનાવની પરિસ્થિતિ છે, ત્યારે રધુરામ રાજને બેન્કને શાણપણથી વર્તવાની સલાહ આપી છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતાં તેમણએ કહયું હતું કે. સરકાર અને આરબીઆઈ- બન્નેઓ એકમેકનું સન્માન જાળવવું જોઈએ અને એકબીજાની વાત સાંભળવી જોઈએ. હાલમાં બેન્કના બોર્ડ દ્વારા જે પ્રકારની વર્તણુક કરવામાં આવી તે ચિંતાજનક છે.
તેમણે કહયું હતું કે, કેન્દ્ર સરકાર માટે આરબીઆઈ મોટરકારના સીટબેલ્ટ જેવી છે. સરકાર મોટર કારની ડ્રાઈવર છે. જો ડ્રાઈવરની ઈચ્છા હોય તો એ સીટ બેલ્ટ પહેરે , ન પહેરવો હોય તો ના પહેરે. પરંતુ સરકારે એ જાણી લેવું જરૂરી છેકે, સીટ બેલ્ટ નહિ પહેર્યો હોય તો અકસ્માત થવાની સંભાવના વધારે હોય છે. આરબીઆઈ પાસે સ્વાયત્તતા હોવી જોઈએ. અગર સરકાર એને ઉદારતાથી વર્તવાનું કહે, તો ના કહેવાનું સ્વાતંત્ર્ય એની પાસે હોવું જોઈએ. સરકારથી એ છિનવી ના લેવાય .
રધુ રાજને કહયું હતું કે, આરબીઆઈનું બોર્ડ કોઈ ઓપરેશનલ બોર્ડ નથી તેમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને સમાવિષ્ટ કરવામાં આવતા હોય છે. આ લોકોનું કામ છે સલાહ આપવાનું પંણ એ સલાહની પધ્ધતિ રાહુલ દ્રવિડના જેવી હોવી જોઈએ, સમજાવટની અને કોચિંગની. બોર્ડે નવજોત સિંઘ સિધ્ધુની જેમ ભાષણબાજી નહિ કરવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, આરબીઆઈના બોર્ડના સભ્યોના વ્યવહારમાં આવેલા પરિવર્તનથી હું ચિંતિત છું. બોર્ડના સભ્યોએ એક પરિપક્વ વ્યક્તિની જેમ એકમેકની વચ્ચેનું અંતર ઓછું કરવાનો પ્રયાસ કરવો જોઈએ., વધારવાનો નહિ..આરબીઆઈ બોર્ડના સભ્યો તરીકે શાનદાર અને પ્રતિષ્ઠિત લોકો કામગીરી બજાવી રહયા છે. હું આશા રાખું છું કે સહુ સાથે મળીને પરસ્પર સંવાદની ભૂમિકા રચીને મતભેદ દૂર કરવાનો પ્રયાસ કરશે.