આરતી મુનશી અને શ્યામલ-સૌમિલ મુનશીની સંગીતયાત્રાના પચાસ વર્ષોની ઉજવણી

 

અમદાવાદઃ ગુજરાતી સુગમસંગીતનું આકાશ જેમના યોગદાનથી ઉજળું છે તેવા કલાકારો આરતી મુનશી અને શ્યામલ-સૌમિલ મુનશીની સંગીતયાત્રાના પચાસ વર્ષોની ઉજવણી કરતો કાર્યક્રમ ‘સૂર ત્રિવેણી’ પંડિત દિનદયાલ અોડિટોરીયમમાં પ્રસ્તુત થયો. સૂર ત્રિવેણી અભિવાદન સમિતિ અને પ્રદાન ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમની વિશેષતા ઍ રહી કે આરતી મુનશી અને ષ્યામલ-સૌમિલની પાંચ દાયકાની સંગીત સફરને તેમની સાથે જાડાયેલા લોકોના ઈન્ટરવ્યું ઍલઈડી પર દર્શાવી તેમના લોકપ્રિય ગીતોની પ્રસ્તુતિ ગુજરાત તેમજ મુંબઇના કલાકારોઍ કરી હતી. હેત શાહ અને કબીર દૈયાઍ ગઝલોના શેરનું પઠન કરી શ્રોતાઅોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં નવી પેઢીનાં પ્રતિભાસંપન્ન કલાકારો અમન લેખડિયા, અક્ષત પરીખ, નિશા ઇપાધ્યાય, કલ્યાણી કોઠાળકર, ગાર્ગી વોરા, હિમાલી વ્યાસ નાયક, દિપાલી સૌમૈયા દાતે, અપેક્ષા ભટ્ટ, ઉપજ્ઞા પંડ્યા, આલાપ દેસાઈ, પ્રહર વોરા અને નીવ કાનાણીઍ પ્રસંગને અનુરૂપ વિવિધ ગીતોની આકર્ષક રજૂઆત કરી હતી અને કાર્યક્રમનું સંગીત સંચાલન આલાપ દેસાઈ અને પ્રહર વોરાઍ સુપેરે સંભાળ્યું હતું.

આ પ્રસંગે આરતી મુનશી અને શ્યામલ-સૌમિલ મુનશીની સંગીત સફરની ઝાંખી કરાવતાં પુસ્તક ‘સૂર ત્રિવેણી’નું વિમોચન કરી સન્માનપત્ર ઍનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂ. ભૂપેન્દ્રભાઈ પંડ્યા, પુરૂષોત્તમ રૂપાલા, ગૌરાંગ વ્યાસ, ભીખુદાન ગઢવી, આશિત દેસાઈ, હેમા દેસાઈ, વિભા દેસાઈ, હંસાબહેન દવે, ટીકુ તલસાણીયા, મૌલિક કોટક, રતિલાલ બોરીસાગર, વિનોદ જાષી, હરિડ્ઢન્દ્ર જાશી, તુષાર શુકલ, હર્ષ બ્રહ્મભટ્ટ, ભાગ્યેશ જ્હા, અશિત શાહ, રાજેન્દ્ર ભટ્ટ, જય વસાવડા, કાજલ અોઝા, જતીન ત્રિવેદી, જીગર સોની અને પંકજ મશરૂવાલા ઉપરાંત શહેરનાં જુદા જુદા ક્ષેત્રના ગણમાન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો અને ચાહકો ઉપસ્થિત રહ્નાં હતા