આરજેડીના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવને અદાલત તરફથી મોટી રાહત મળી

0
399


માહિતગાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, દેવધર કોષાગાર ના કેસમાં રાંચી હાઈકોર્ટે લાલુપ્રસાદ યાદવને જામીન આપ્યા છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર,હાઈકોર્ટે લાલુપ્રસાદ યાદવને તેમનો પાસપોર્ટ જમા કરાવવાનો પણ હુકમ કર્યો હતો. આ મામલામાં ગત 23 ડિસેમ્બર, 2017ના લાલુને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સીબીઆની સ્પેશ્યલ કોર્ટે તેમને સાડા ત્રણ વરસની જેસની સજા કરી હતી. સુપ્રીમ કોર્ટના નિયમ અનુસાર,દોષિત વ્યક્તિની સજાની સમય અવધિ અડધી પસાર થઈ જાયત્યારબાદ તેને જામીન આપી શકાય છે. આ નિયમને આધાર બનાવીને જ લાલુપ્રસાદ યાદવે જામીન માટે અરજી કરી હતી, જેને રાંચી હાઈકોર્ટે મંજૂર કરી હતી.