આરએસએસ સાથે સંકળાયેલી સંસ્થા મુસ્લિમ રાષ્ટ્રીય મંચ પહેલીવાર ઈફતાર પાર્ટીનું આયોજન કરી રહ્યા છે- જેમાં સહભાગી બનવા  બોલીવુડના કલાકારો તેમજ ઈસ્લામિક દેશોના નેતાઓને આમંત્રણો આપવામાં આવી રહ્યા છે..

0
936

 

IANS

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલી સંસ્થા મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આ વખતે પહેલીવાર રમઝાનના પવિત્ર મહિનામાં મુંબઈમાં 4 જૂને ઈફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુંછે્.  જેમાં મુસ્લિમ દેશોનમા ગણનાપાત્ર નેતાઓને ઉપસ્થિત રહેવા માટે ખાસ આમંત્રણો પાઠવવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. મુંબઈ મિરરમાં જણાવ્યા અનુસાર, સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસમાં આ મિજબાની યોજાવાની છે. મુસ્લિમ રાષ્ટ્રીયમંચના રાષ્ટ્રીય સંયોજક ( નેશનલ કોર્ડિનેટર ) વિરાગ પચપોરે એ જણાવ્યું હતું કે, આ ઈફ્તાર પાર્ટીમાં આશરે 30 મુસ્લિમ દેશોના પ્રતિનિધિઓ હાજર રહેવાની સંભાવના છે. આ પ્રસંગે મુસ્લિમ સમુદાયના આશરે 200 જેટલા  પ્રતિષ્ઠિત અગ્રણીઓ તેમજ અન્ય સમુદાયના અંદાજે 100 જેટલા પ્રતિનિધિઓ પણ હાજરી આપશે. આરએસએસ દ્વારા મુસ્લિમ સમુદાયમાં પોતાની વગ અને પ્રતિભા વધારવાના હેતુથી 2015થી આ પ્રકારના સામૂહિક મેળાવડાઓનું આયોજન કરવાની શરૂઆત કરવામાં આવી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here