આરએસએસ પ્રમુખ મોહન ભાગવત કહે છેઃ ભારતના લોકો પાસે સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર વિષે યોગ્ય અને સાચી માહિતીનો અભાવ છે..

 

       મહત્વના સ્વતંત્રતા સેનાની વીર દામોદર રાવ સાવરકરના જીવન પર લખાયેલા પુસ્તકના વિમોચન સમારંભમાં વકતવ્ય આપી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજની આપણી વર્તમાન પેઢીની મહત્વની સમસ્યા એ છેકે તેમની પાસે આપણા દેશના જ મહાન સ્વાતંત્ર્યસેનાની વીર સાવરકર અંગે ખરી માહિતી ઉપલબ્ધ નથી. વીર સાવરકરના જીવન અને એમના કતૃત્વ વિષે લખવામાં આવેલા ત્રણ પુસ્તકો ઉપલબ્ધ છે, જેમાંથી જરૂરી માહિતી મળી શકે એમ છે. દેશને આઝાદી મળ્યા બાદ વીર સાવરકરના નામને બદનામ કરવાની પદ્ધતિસરની ચળવળ ચલાવવામાં આવી હતી. ત્યારબાદ સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ અને શ્રી અરવિંદને  બદનામ કરવાનું શરૂ થવાનું છે. કારણ કે વીર સાવરકર ઉપરોક્ત ત્રણે મહાનુભાવોના વિચારોથી ખૂબ પ્રભાવિત થયા હતા. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here