આરએસએસની અખિલ ભારતીય કારોબારી સમિતિની બેઠકમાં સંઘના સહ સરકાર્યવાહક ડો. મનમોહન વૈદ્યનું પત્રકારો સમક્ષ નિવેદન – સરકાર રામ-મંદિરના નર્માણ માટે કાનૂન બનાવે, ભૂમિનું અધિગ્રહણ કરીને રામ- મદિરનું નિર્માણ કરવા ભૂમિ આપે.

0
826

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની અખિલ ભારતીય કારોબારી સમિતિની થાણે, મુંબઈમાં આયોજિત બેઠકમાં પત્રકારોને સંબોધતાં સંઘના સહ સરકાર્યવાહક ડો. મનમોહન વૈદ્યે જણાવ્યું હતું કે, અદાલત કશા કારણ વિના રામ- મંદિરના મામલાને વિલંબમાં મૂકી રહી છે. આ મુદો્ હિંદુ- મુસ્લિમનો નથી, આ મુદો્ મંદિર- મસ્જિદનો પણ નથી. રામ- મંદિરનું નિર્માણ એ રાષ્ટ્રીય સ્વાભિમાન જાળવવાનો અને રાષ્ટ્રનું ગૌરવ જાળવવાનો  વિષય છે. જયારે બાબરના સેનાપતિએ અયોદ્યા પર આક્રમણ કર્યું ત્યારે એવું નહોતું કે ત્યાં નમાજ અદા કરવા માટે જમીન નહોતી. ત્યાં ઘણી જમીન હતી. જેના પર મસ્જિદનું નિર્માણ થઈ શકયું હોત,પણ બાબરના સેનાપતિએ રામ- મંદિર પર હુમલો કરીને એને તોડી નાખ્યું હતું. પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવેલા ખોદકામખી એ વાત સિધ્ધ થઈ ચુકી છે કે આ સ્થળે રામ- મંદિર જ હતું. ઈસ્લામના વિદ્વાનોના મત અનુસાર, જબરદસ્તીથી કબ્જે કરવામાં આવેલી જમીન પર કરવામાં આવતી નમાજ કબૂલ થતી નથી. સર્વોચ્ચ અદાલત પણ પોતે આપેલા ચુકાદામાં કહ્યું હતું કે, નમાઝ પઢવા માટે મસ્જિદની જરૂરત નથી હોતી, નમાઝ કોઈ પણ સ્થળે અદા કરી શકાય છે.