આરએસએસના સરસંઘચાલકનું મહત્વપૂર્ણ  નિવેદન …

 

  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા (સરસંઘચાલક) મોહન ભાગવતજીએ જણાવ્યું હતું કે, આઝાદી પછી દેશમાં આપણી  જરૂરિયાતોને અનુરૂપ નીતિઓ બનાવવામાં આવી નહોતી, પરંતુ કોવિદ-19 મહામારીના આગમન બાદ થયેલા અનુભવોએ એટલું તો સ્પષ્ટ કરી જ દીધું છે કે, વિકાસ માટે એક નવું મૂલ્ય આધારિત મોડેલ બનાવવું જોઈએ. સ્વદેશીને પ્રોત્સાહન આપવાનો અર્થ એવો નથી કે તમામ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો જોઈએ. દેશને હવે નવી આર્થિક નીતિઓની આવશ્યકતા છે. સ્વતંત્રતા બાદ આપણે એવો વિચાર જ નહોતા કરી શકતા કે આપણે જાતમેળે કશુંક કરી શકીએ છીએ. આપણે સ્વાવલંબી બની શકીએ છીએ. હવે એ વિચાર કરવામાં આવી રહ્યો છે, એની શરૂઆત થઈ રહી છે એ સારો સંકેત છે.