આરએસએસના કાર્યક્રમમાં અતિથિ- વિશેષ તરીકે જવાનું નિમંત્રણ  ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સ્વીકારી લીધું — કોંગ્રેસી આગેવાનોએ વિરોધ દર્શાવ્યો …

0
880

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગામી 7 જૂનના દિને  નાગપુર ખાતે આયોજિત કાર્યક્રમમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી વિશેષ મહેમાન તરીકે હાજરી આપવાના છે. તેમણે આરએસએસનું આમંત્રણ સ્વીકારીને હા પાડી એ વાતની જાણ થતાં કોંગ્રેસના રાજકીય વર્તુળોમાં હોબાળો મચ્યો છે. કોંગ્રેસના કેટલાક અગ્રણી નેતાઓ પ્રણવ મુખરજીને આમંત્રણને નકારવાની સલાહ આપી રહ્યા છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી એક પીઢ કોંગ્રેસી નેતા તરીકેની છાપ ધરાવે છે. તેમનું આરએસએસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવું કોંગ્રેસીઓને ગમ્યું નથી. જોકે પ્રણવ મુખરજીએ એમના રાષ્ટ્રપતિ તરીકેના શાસનકાળ દરમિયાન આરએસએસના વડા સંઘ સંચાલક મોહન ભાગવતને લંચ માટે આમંત્રિત કર્યા હતા. એટલું જ નહિ, પ્રણવ મુખરજી ફાઉન્ડેશનના ઉદ્ ઘાટન પ્રસંગે પણ આરએસએસના અગ્રણી નેતાઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.