આયુષ શર્માની આગામી ફિલ્મ લવરાત્રિમાં રજૂ કરાશે જાણીતું રાસ-ગીત -રંગલો જામ્યો કાલિંદીને ઘાટ…

0
797

સલમાન ખાનના બનેવી આયુષ શર્માને હીરોની ભૂમિકામાં રજૂ કરતી એની પ્રથમ ફિલ્મ લવરાત્રિનું નિર્માણ સલમાન ખાન કરી રહ્યો છે. સલમાન ખાનના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મની પશ્ચાદભૂ ગુજરાત છે. ફિલ્મની કથામાં પણ ગુજરાતના જીવન અને ગુજરાતના લોકોની રહેણીકરણી રજૂ કરાઈ છે. ગુજરાતની ધરતી પર આકાર લેતી એક  આધુનિક પ્રેમકથા ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે. આથી આફિલ્મનો વધુ સહજ અને ઓથેન્ટિક બનાવવાના પ્રયાસો નિર્માતા સલમાન ખાન દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ ફિલ્મના ટાઈટલ અંગે વિશ્વહિંદુ પરિષદે તેમજ અન્ય હિંદુ સંગઠનોએ વિરોધ પ્રગટ કર્યો હતો. હિંદુઓના અતિ પવિત્ર અને મહત્વના તહેવાર નવરાત્રિના નામનો અયોગ્ય રીતે ટાઈટલ તરીકે ઉપયોગ કરવાથી હિદુ પ્રજાની  ધાર્મિક લાગણી દુભાય છે એવો વાંધો હિંદુ સંગઠનો દ્વારા ઊઠાવવામાં આવ્યો હતો.આથી તેઓ આ ફિલ્મનું ટાઈટલ બદલવાની માગણી કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જાણીતા સંગીતકાર અવિનાશ વ્યાસનો વિશ્વપ્રસિધ્ધ રાસ – રંગલો જામ્યો કાલિન્દીને ઘાટ આધુનિક વર્ઝનમાં આ ફિલ્મમાં પેશ કરવાની યોજના સલમાન ખાન કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.