આયુષ્યમાન ખુરાના આગામી ફિલ્મ ડ્રીમ ગર્લમાં પૂજા નામની યુવતીની ભૂમિકા ભજવી રહ્યો છે…

0
999
Bollywood actor Ayushman Khurana at the launch of Woodland's Fall winter collection in New Delhi (Photo:IANS/Amlan)

     આયુષ્યમાન ખુરાના એક કૂબજ પ્રતિભાશાળી કલાકાર છે. તે વિવિધ અને વિશિષ્ટ પ્રકારની ભૂમિકા ભજવીને પોતાની અભિનય પ્રતિભા પુરવાર કરી ચુક્યો છે. તાજેતરમાં રિલિઝ થયેલી તેની ફિલ્મ આર્ટિકલ -15 પણ બોકસ ઓફિસ પર સફળ થઈ હતી. હાલમાં જ તેની આગામી ફિલ્મ ડ્રીમ ગર્લનું ટ્રેલર રિલિઝ કરવામાં આવ્યું છે. જેમાં તે એક છોકરીની ભૂમિકા  ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના સાથે નુસરત ભરુચાનો મુખ્ય રોલ છે. ફિલ્મની વાર્તા એકદમ અલગ છે. આયુષ્યમાન ખુરાનાના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આયુષ્યમાને તેની અગાઉની ફિલ્મોની જેમ આ ફિલ્મમાં પણ જબરદસ્ત અભિનય કર્યો છે. આ ફિલ્મનનું નિર્માણ કરનાર એકતા કપુરે જણાવ્યું હતું કે, જયારે મને આ ફિલ્મની સ્ક્રીપ્ટ સંભળાવવામાં આવી ત્યારે એસાંભળીને હું અત્યંત પ્રભાવિત થઈ ગઈ હતી. મને આ સ્ક્રીપ્ટની વાર્તા બહુ જ ગમી ગઈ હતી. ત્યારે ફિલ્મમાં પૂજા નામની છોકરીની ભૂમિકા કોણ ભજવશે એ વિચાર કરતાંની સાથે જ મારી નજર સામે આયુષ્યમાન ખુરાનાનો ચહેરો પ્રગટ થયો હતો. મેં તેને આરોલ માટે તરત જ પસંદ કરી લીધો હતો. મને પૂરતો વિશ્વાસ હતોે કે, આ રોલમાં એ અદભૂત અભિનય કરશે. તેની પાસે ટેલેન્ટનું પાવરહાઉસ છે. તેણે એક પછી એક છ હીટ ફિલ્મો આપી છે. આયુષ્યમાન ખુરાના બોલીવુડના  પ્રથમ પંકિતના યુવાઅભિનેતાઓમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યો છે.