આયુષ્યમાન ખુરાના અને ભૂમિ પેડનેકર  ફરી એક સાથે ભૂમિકા ભજવશે

0
853
Handout still from the film "Shubh Mangal Saavdhan"

આયુષમાન ખુરાના અને ભૂમિ પેડનેકરની જોડી ફરી એકવાર સાથે ભૂમિકા ભજવી રહી હોવાનું સત્તાવાર બોવીવુડ સૂત્રોએ જણાવ્યું હતું. આયુષમાન અને ભૂમિ – બન્ને ખૂબજ પ્રતિભાશીલ છે.અગાઉ આ બન્ને જણાની જોડી દમ લગાકે હઈસા અને શુભમંગલ સાવધાન ફિલ્મોમાં ચમકી હતી. આ બન્નેની જોડીને પ્રેક્ષકો બહુજ પસંદ કરે છે. ઉપરોકત બન્ને ફિલ્મોએ ટિકિટબારી પર પણ સારો બિઝનેસ કર્યો હતો. નિર્દેશક અમર કૌશિકની આગામી ફિલ્મ બાલામાં આયુષમાન ખુરાના અને ભૂમિ પેડનેકરને મુખ્ય ભૂમિકાઓમાં રજૂ કરી રહ્યા છે. આ ફિલ્મની કહાની સમાજની કેટવીક વિચિત્ર રીત- રસમોને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે. ફિલ્મમાં ભૂમિ શ્યામરંગી ( કાળી) યુવતીની ભૂમિકામાં રજૂ થશે. આપણા ભારતીય સમાજમાં રંગભેદ અને જાતિવાદ કેટલી હદે્ ફેલાયેલો છે તેની આફિલ્મમાં વાત કરવામાં આવી છે. સમાજમાં રહેનારા આપણે સહુ બહારની સુંદરતાના જ પ્રશંસક છીએ. આપણને બાહ્ય સુંદરતા  જ વધુ ગમે છે. આપણને બાહ્ય સુંદરતા જ ગમે છે. બહારથી રૂપાળી- સુંદર- સોહામણી દેખાતી વ્યક્તિનું અંતર સુંદર હોય છે ખરું ? આપણે બહારથી રૂપાળા દેખાતા યુવાન કે યુવતી પ્રત્યે આકર્ષિત થઈએ છીએ, પણ એના મનમાં શું છે એ જાણવાનો કે સમજવાનો પ્રયાસ કોઈજ કરતું નથી.

આ ફિલ્મમાં આ મુદા્ને ખૂબજ અસરકારક રીતે પેશ કરવામાં આવ્યો છે.