આયુષમાન ખુરાનાઃ બધાઈ હો…

0
766
IANS

ગાયક – અભિનેતા આયુષમાન ખુરાનાની કોમેડી ફિલ્મ બધાઈ હો. ભારતમાં અને વિદેશમાં ધૂમ મચાવી રહી છે. દેશ- વિદેશના દર્શકો આ ફિલ્મને જોઈને એની પ્રશંસા કરી રહયા છે. વિદેશોની ટિકિટબારી પર પણ આ ફિલ્મે સારી કમાણી કરી હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. યોગાનુયોગે આ ફિલ્મ અને યશરાજ ફિલ્મસની મલ્ટીસ્ટાર મુવી ઠગ્સ ઓફ હિંદુસ્તાન  એક સાથે રિલિઝ થઈ હતી. ફિલ્મી પંડિતો એવી ગણતરી કરી રહયા હતા કે, ઠગ્સ ઓફ હિંદોસ્તાન ધૂમ કમાણી કરશે, પણ કમનસીબે એવું બન્યું નહિ. ત્રણ દિવસ બાદ ફિલ્મનો જાદુ સદંતર ઓસરી ગયો હતો. 300 કરોડથી વધુ નાણાં ખર્ચીને બનાવાયેલી ફિલ્મ પિટાઈ જાય તો ફિલ્મ નિર્માતાઓને નુકસાન વેઠવાનો વારો આવે..બધાઈ હો. નાના બજેટની ફિલ્મ છે. આયુષમાન અને નીના ગુપ્તા સહિત નાના-મોટા દરેક કલાકારનો અભિનય નોંધનીય રહ્યો હતો. ફિલ્મનો વિષય અને એની માવજન – બન્નેમાં નવીનતા હતી. એ ફિલ્મનો વિષય લોકોને ગમ્યો છે એટલે જ  આ ફિલ્મને થિયેટરમાં બેસીને જોનારા પ્રેક્ષકો મળી રહ્યા છે.. ખૂબ ખૂબ અભિનંદન આયુષમાન …