આયુર્વેદિક દવાઓ દ્વારા કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ શક્ય છે

0
2528
Dr. Rajesh Verma
Dr. Rajesh Verma

દરરોજ આપણે શું ખાવું અને કેટલું ખાવું જોઈએ, જેથી કરીને શરીર સ્વસ્થ રહે અને રોગ ન થાય, આ પ્રશ્ન હંમેશાં હોય છે જ. પેટની ભૂખ તો કંઈ પણ ખાઈ મટાડી શકાય છે, પરંતુ અવયવોની જરૂરિયાતની આપણે ઉપેક્ષા જ કરતા હોઈએ છીએ.
આપણા શરીરને જે જે તત્ત્વોની જરૂર હોય છે, તેની પર્યાપ્ત માત્રા મળતી રહે તો શરીર સ્વસ્થ રહે છે, પરંતુ આ ઊણપ આવવાથી રોગનું કારણ બની જાય છે.

અનાજ, દાળ, લીલાં પાદડાંવાળી શાકભાજી તથા ખાંડ, ગોળ, મધ, ફળ વગેરેથી પ્રાપ્ત થનાર કાર્બોહાઇડ્રેટ શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિનો સંચાર કરે છે, પરંતુ વધારે પ્રમાણમાં લેવાથી મેદસ્વીપણું આવે છે. કાર્બોહાઇડ્રેટનું વધારે પ્રમાણ હૃદયની રક્ત ધમનીઓમાં જમા થઈ રક્તસંચારમાં પ્રોબ્લેમ ઉત્પન્ન કરીને હૃદયરોગ, એન્જાઇના અને ઉચ્ચ રક્તચાપ જેવી ઘાતક બીમારીઓ થાય છે.

આજના યુગમાં કોલેસ્ટ્રોલ એક બહુચર્ચિત રસાયન છે. ચિકિત્સક દર્દીઓને આનાથી બચવા માટે સલાહ આપતા હોય છે. કોલેસ્ટ્રોલ એક પ્રકારની સિમેન્ટ હોય છે, જે રક્ત ધમનીઓમાં જમા થઈ જાય છે.
ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ અનુસાર પ્રત્યેક વ્યક્તિને પ્રતિદિન ર0 ગ્રામ વસાનું સેવન કરવું જોઈએ. આ વસા પ્રતિ વ્યક્તિની પ્રતિ વર્ષ લગભગ 7 કિલોગ્રામ હોવી જોઈએ. વધારેમાં વધારે 18 કિલોગ્રામ હોવી જોઈએ, એથી વધારે વસાનું સેવન આપણા શરીર માટે નુકસાનકારક છે. એવું નથી કે કોલેસ્ટ્રોલ બહુ જ ખરાબ ચીજ છે. શરીર નિર્માણમાં બહુ જ જરૂરી ચીજ છેે. કોલેસ્ટ્રોલ વિના પુરુષત્વ અને નારીતત્વ સંબંધી હોર્મોન્સ બનતા નથી, બાળકોના રક્તમાં કોલેસ્ટ્રોલ કોશિકા (કોષો) નિર્માણ કરવાના કામમાં આવે છે. વ્યક્તિ જ્યારે વયસ્ક થઈ જાય છે ત્યારે કોશિકા (કોષો)નું નિર્માણ ઓછું થઈ જાય છે. અને એટલે શરીરમાં વધારે કોલેસ્ટ્રોલ નસોમાં જમા થઈ જાય છે. આપણા શરીરમાં યકૃતમાં જ કોલેસ્ટ્રોલ બને છે. વધારે હોય ત્યારે રક્ત નળીઓમાં જમા થઈ જાય છે જેના લીધે રક્તપ્રવાહમાં તકલીફ આવે છે.

કોલેસ્ટ્રોલ હૃદયની રક્તનળીઓ સિવાય મસ્તિષ્ક, કિડની, હાથ પગની તથા શરીરનાં અન્ય અંગોની રક્તધમનીઓમાં જમા થઈને હાર્ટએટેકનું કારણ બને છે. મસ્તિષ્કની રક્તધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા થવાથી બ્રેઇન એટેક, હાથ-પગની ધમનીઓમાં જમા થવાથી પગની રક્તની આપૂર્તિ કરતી તેની શાખાઓમાં તકલીફ આવવાથી સિન્ડ્રોમ નામની ખતરનાક સ્થિતિ ઊભી થાય છે.
કોલેસ્ટ્રોલ પણ બે પ્રકારના હોય છે. 1 એચ.ડી.એલ. ર. એલ.ડી.એલ. પહેલા પ્રકારનું ઉત્તમ કોલેસ્ટ્રોલ છે જે આપણા શરીર માટે ફાયદાકારક છે. જ્યારે બીજા પ્રકારનું કોલેસ્ટ્રોલ નુકસાનકર્તા છે. તનાવનો પણ બહુ ઊંડો પ્રભાવ આપણા શરીર પર પડતો હોય છે. ખરેખર તનાવ હોય તો શરીરની કોશિકાઓ એટલે કોષોની ઊર્જા નાશ પામે છે અને તે જ સમયે શરીરની હોર્મોન્સ ગ્રંથિઓમાંથી વિશેષ પ્રકારનું હોર્મોન્સ નીકળી લોહીમાં ભળે છે જેને કેટાકેલામિન કહેવામાં આવે છે. આ કેટાકેલામિનને વસાથી જ ઊર્જા મળતી હોય છે. આ શરીરની વસાની ઊણપની ક્ષતિ પૂર્ણ કરવા માટે શરીરના અન્ય ભાગો સિવાય હૃદયમાં લઈ જાય છે અને આ રોગને ઉત્પન્ન કરે છે. અને હૃદયની ધમનીમાં અવરોધ કરે છે. આને (ઘ્ંર્શ્વંીઁશ્વક્ક વ્ત્ર્શ્વૃંણુસ્ર્જ્ઞ્સ્ર્) પણ કહે છે.

આ સિવાય મધુમેહ, રક્તચાપ, રક્તમાં કોલેસ્ટ્રોલનું સ્તર, ધ્રૂમપાન, રહેણીકરણી, માનસિક તનાવ અને શારીરિક કામકાજ તથા અન્ય કારણથી હૃદયરોગોને ઉત્પન્ન કરે છે, જેને રિસ્ક ફેક્ટર કહેવાય છે. 30 વર્ષની ઉંમરથી રક્ત ધમનીઓમાં કોલેસ્ટ્રોલનું જામી જવાનું શરૂ થઈ જાય છે અને ઉંમર વધવાની સાથે જ્યારે વધારે જામી જાય છે ત્યારે દર્દીને આનાં લક્ષણો દેખાય છે. વધારે વસા જામી જવાથી એટેક અથવા એન્જાઇનાની ગંભીર સ્થિતિ ઊભી થાય છે. આમ તો એલોપથીમાં આનો ઇલાજ બાયપાસ સર્જરી છે, જે બહુ ખર્ચાળ અને જોખમ ભરેલી છે. કોલેસ્ટ્રોલ વધી જવાથી એન્જ્યોપ્લાસ્ટી પણ કરવામાં આવે છે, પરંતુ બાયપાસ અથવા બલૂનિંગ પછી કોલેસ્ટ્રોલ જમા થવાની પ્રક્રિયા રોકી શકાતી નથી. કોલેસ્ટ્રોલ જમા થવાની પ્રક્રિયા અને રક્ત ધમનીઓનું અવરોધીકરણ સંપૂર્ણ રીતે મટાડવા માટે આયુર્વેદમાં એવી દવાઓ છે, જેમાં જોખમ નથી અને મોંઘી પણ નથી.
જહરમોહરા પિષ્ટી, અર્જુન, ભાકરવટી, મુક્તપિષ્ટી, નવરત્ન ચિંતામણિ, યોગેન્દ્ર રસ, સ્વર્ણભસ્મ, રજત ભસ્મ, આશુતોષ રસ, શક્તિપાક, અકીક ભસ્મ વગેરે એવી દવાઓ છે જે ધમનીમાં રક્ત સંચાર વધારે છે, અને જામી ગયેલી કોલેસ્ટ્રોલને દૂર કરે છે. સાથે સાથે વધતી ઉંમરમાં ક્ષય થતાં કોષોને બચાવે છે. અહીં જણાવેલી બધી જ દવાઓ ચિકિત્સકની સલાહ પછી જ લેવી હિતાવહ છે.

આ દવાઓમાં કાયાકલ્પ પ્રભાવ હોવાથી શરીરના કોષોમાં નવી શક્તિ આવે છે. 30 વર્ષથી લઈને 7પ વર્ષ સુધીના રોગીઓની ચિકિત્સા થઈ ચૂકી છે અને દર્દી પૂરી રીતે સ્વસ્થ થાય પછી દવાઓ બંધ પણ કરી દીધી છે. દર્દીને સામાન્ય શારીરિક વ્યાયામ માટે કહેવામાં આવે છે. આ દવાઓમાં સૌથી મોટી વાત એ છે કે રક્ત-ધમનીઓમાં અવરોધ કરવાનું કારણ જ સમાપ્ત કરે છે, સાથે જ પુનઃ કોલેસ્ટ્રોલ જમા થવાની પ્રક્રિયાને જ થવા દેતી નથી. આ દવાઓનો સૌથી મોટો ફાયદો એ છે કે કોઈ સાઇડ ઇફેકટ નથી. અત્યાર સુધીમાં આ દવાઓના પ્રયોગથી ઘણા હૃદયરોગીને હાર્ટ એટેકથી બચાવ્યા છે.
ખરેખર આયુર્વેદિક દવાઓ આ રોગમાં સૌથી ઉત્તમ છે. દવાઓથી ફાયદો થાય છે અને સર્જરીની જરૂર પડતી નથી. એક વિશેષ અનુપાતમાં એક ડોઝના રૂપે દરરોજ આ દવાઓ આપવાથી ધીરે ધીરે ધમનીઓમાં કોલેસ્ટ્રોલ કપાઈને ત્યાંથી હટવાનું શરૂ થઈ જાય છે. અને અંતમાં ધમનીઓ બિલકુલ સામાન્ય થઈ જાય છે. આ રીતે દર્દી પૂર્ણરૂપથી ઠીક થઈ જાય છે.
શું આપને પણ સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા છે?