આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસની જ નકલ કરે છે: પ્રધાનમંત્રી મોદી

 

ચંદીગઢ: પંજાબમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચેલા પ્રધાનમંત્રી મોદીએ પઠાણ કોટમાં એક જાહેર સભાને સંબોદન કરતા કહ્યુ હતુ કે, ભાજપ પોતાના ગુ‚ઓ અને સંતોના ઉપદેશ પર ચાલીને ૨૧મી સદીનુ પંજાબ બનાવશે. 

ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેણે જણાવ્યું હતુ કે, લોકોનો ઉત્સાહ અને જોશ જોઈને મતદાનમાં ભાજપ અને એનડીએની જીત  નિશ્ર્ચિત છે. આજે સંત રવિદાસની પણ જયંતિ છે અને દિલ્હીમાં હું સંત રવિદાસના મંદિરેથી આશીર્વાદ લઈને આવ્યો છું. 

પંજાબના ભાવિકો તેમના જન્મ સ્થળ બનારસ ગયા છે અને તેમની સુવિધા માટે શક્ય હોય તેટલા પ્રયાસો અમારી સરકારે કર્યા છે.

વધુમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, જ્યાં ભાજપની સરકાર બને છે ત્યાં દિલ્હીમાં બેસીને રિમોટથી સરકાર ચલાવનારાઓ હાંસિયામાં ધકેલાય છે અને એ રાજ્યમાંથી વશંવાદની પણ વિદાય થઈ જાય છે. પઠાણ કોટ વીરોની ધરતી છે. કોંગ્રેસે દેશ અને પંજાબ સામે ઘણા કૃત્યો કર્યા છે. કોંગ્રેસે તો પુલવામા હુમલાની વરસી પર પણ સેનાની બહાદુરીના પૂરાવા માંગ્યા હતા.પંજાબની સુરક્ષા કોંગ્રેસના હવાલે કરી શકાય નહીં. જો કોંગ્રેસને ફરી મોકો મળ્યો તો પંજાબની સુરક્ષા ખતરામાં નાંખતા અચકાશે નહીં. પહેલા કોંગ્રેસમાં કેપ્ટન જેવા સાચા નેતાઓ હતા. જે કોંગ્રેસને ખોટા રસ્તે જતા રોકતા હતા. કોંગ્રેસ જો અસલી છે તો આમ આદમી પાર્ટી તેની ઝેરોક્ષ છે. એકે પંજાબને અને બીજાએ દિલ્હીને લૂંટ્યુ છે. બંને પાર્ટીઓ એક જ સિક્કાની બે બાજુ છે અને આમ છતા તેઓ પંજાબમાં એક બીજાની સામે હોવાનુ નાટક કરી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, દેશની દીકરીઓને સેનામાં જવાનો મોકો મળે તે માટે અમારી સરકારે આખા દેશમાં સૈનિક સ્કૂલો ખોલવાનુ નક્કી કર્યુ છે