આમ આદમીપાર્ટીના નેતા કુમાર વિશ્વાસ કહે છેઃ હું ભારતના રાજકારણમાં સૌથી નાની વયનો અડવાણી છું. …

0
610

અમેઠીમાં આયોજિત એક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસે પોતે હાલના ભારતીય રાજકારણમાં સૌથી ઓછી વયના અડવાણી હોવાની વાતનો મમરો મૂક્યો હતો. હાલમાં રાજ્યસભાની બેઠકો માટે દરેક રાજકીય પક્ષ પોતપોતાના ઉમેદવારો નક્કી કરી રહ્યો છે ત્યારે પક્ષના નેતા કેજરીવાલ દ્વારા કુમાર વિશ્વાસની ઉપેક્ષા કરવામાં આવી હતી. કુમાર વિશ્વાસનું  નામ ઉમેદવાર તરીકે પસંદ કરવામાં નથી આવ્યું એટલે તેઓ અકળાયા છે…આમ આદમી પાર્ટીના ઉમેદવારો તરીકે સંજય સિંહ, એનડી ગુપ્તા અને સુશીલ ગુપ્તાની પસંદગી કરવામાં આવી હોવાનું કહેવાય છે.