આમિર ખાને ડિવોર્સ લેવાની જાહેરાત કરતાં જ સોશિયલ મીડિયા પર ફાતિમા ટ્રેન્ડ

 

મુંબઈઃ બોલિવૂડ એક્ટર આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવના છૂટાછેડાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. બંનેએ તેમના ૧૫ વર્ષના સંબંધને સમાપ્ત કરી દીધા છે અને કહ્યું હતું કે, તેઓએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે.

આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડાના સમાચારથી બોલિવૂડના ચાહકો ચોંકી ઉઠ્યા છે. બંનેની જોડી એક સંપૂર્ણ જોડી માનવામાં આવતી હતી અને આ દંપતીના અચાનક અલગ થવાના સમાચાર ઘણા લોકો માટે આશ્ચર્યજનક નિર્ણય હતો. છૂટાછેડાના સમાચારો વચ્ચે બોલિવૂડ અભિનેત્રીનું નામ ખેંચાઈ રહ્યું છે.

ફાતિમા સના શેખ એક ભારતીય ચાઈલ્ડ આર્ટિસ્ટ ફિલ્મ અભિનેત્રી છે. તે હિન્દી સિનેમામાં ફિલ્મ ‘ચાચી ૪૨૦’ માટે જાણીતી છે. ફાતિમાનો જન્મ ૧૧ જાન્યુઆરી ૧૯૯૨માં હૈદરાબાદમાં થયો છે. તેણે પોતાનો પ્રારંભિક અભ્યાસ મુંબઈમાં કર્યો હતો. બોલિવૂડમાં તેણે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. તેણે ઘણી સીરિયલ અને ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ફિલ્મ દંગલમાં ગીતા ફોગટનો રોલ કર્યો હતો, જે દર્શકોને ઘણો પસંદ પડ્યો હતો. તે આમિર ખાન સાથે ઠગ્સ ઓફ ઈન્દુસ્તાનમાં પણ હતી.

ફાતિમા રિયલ લાઈફમાં પણ બહાદૂર છે. એ ઈન્ટરવ્યુમાં તેણે એક કિસ્સો કહ્યો હતો. જેમાં તેણીએ જણાવ્યું હતું કે એક વ્યક્તિએ તેની છેડતી કરી હતી તો તેણીએ તે વ્યક્તિને બરાબરની ધોલાઈ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here