આફ્રિકન દેશ ઘાનાની સરકારે દેશની દરેક મસ્જિદને એવું ફરમાન કર્યું હતું કે, અવાજના પ્રદૂષણની વાતાવરણને મુકત રાખવા અને માહોલ શાંતિપૂર્ણ રાખવાના ઉદે્શનો લક્ષમાં રાખીને હવે મસ્જિદોમાં અજાન સમયે લાઉડસ્પીકરનો ઉપયોગ ન કરવામાં આવે , એને બદલે વોટ્સએપ પર મેસેજનો ઉપયોગ કરવામાં આવે. એક પર્યાવરણ વિષયક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, આફ્રિકાના શહેરોમાં કાન ફાઢી નાખે એટલું મોટા વોલ્યુમનું સંગીત,અસ્તવ્યસ્ત વાહન- વ્યવહાર અને ધાર્મિક સ્થળો પર, ખાસ કરીને મસ્જિદો ખાતે અવાજના પ્રદૂષણની માત્રા વધતી જ રહેછે. ઘાનાની રાજધાની અકરામાં વહીવટીતંત્રના અદિકારીઓ આ અવાજનું પ્રદૂષણ ઘટાડવાના પગલાંઓ અંગે વિચારણા કરી રહ્યા છે.