આપણે ધર્મ પર દૃઢ રહેવું જોઇઍ, પછી ભલે ને ઍ માટે આપણે જીવ પણ કેમ ન આપવો પડેઃ ભાગવત

 

નાગપુરઃ સંઘ વડા મોહન ભાગવતે કહ્નાં કે આપણે આપણા ધર્મ પર દૃઢ રહેવું જોઇઍ, ભલે આ માટે આપણે જીવ પણ કેમ ન આપવો પડે, સનાતન ધર્મ જ હિન્દુ રાષ્ટ્ર છે. જ્યારે જ્યારે હિન્દુ રાષ્ટ્રની ઉન્નતિ થાય છે તે ધર્મની ઉન્નતિ માટે હોય છે. હવે ઇશ્વરની ઇચ્છા છે કે સનાતન ધર્મનું ઉત્થાન થાય. ઍવામાં હિન્દુસ્તાનનું ઉત્થાન નક્કી છે. તેઓ નાગપુરમાં ધર્મભાસ્કર પુરસ્કાર સમારોહમાં સંબોધન કરી રહ્ના હતાં. વિશ્વના સારને ધારણ કરનાર ભારત હંમેશા અમર અને અજેય રહ્નાં છે. ધર્મનો દાયરો અત્યંત મોટો છે જેના વિના જીવન ચાલી નથી શકતું. અનુકૂળ સ્થિતિઓમાં બધુ ઠીકઠાક રહે છે પરંતુ વિપરિત પરિસ્થિતિઓમાં આપણે સંતોને યાદ કરીઍ છીઍ. વધુમાં મોહન ભાગવતે કહ્નાં કે અંગ્રેજોઍ ભારતના સત્વને દૂર કરવા માટે ઍક નવી શિક્ષણ પ્રણાલી શરૂ કરી અને દેશ ગરીબ બની ગયો. ધર્મ આ દેશનું સત્વ છે અને સનાતન ધર્મ હિન્દુ રાષ્ટ્ર છે. હિન્દુ રાષ્ટ્ર જ્યારે જ્યારે પ્રગતિ કરે છે ત્યારે ત્યારે ઍ ધર્મ માટે જ પ્રગતિ કરે છે