આપણા શહીદોનું યોગદાન અમર છે: વડા પ્રધાન મોદી

 

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમનો માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ કરી છે. પીએમ મોદીનો આ વર્ષનો પ્રથમ મન કી બાત કાર્યક્રમમાં સૌથી પહેલા ગાંધીજીને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા હતા. ત્યારપછી ‘મન કી બાત’ શ‚ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, પ્રથમ વખત કાર્યક્રમના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘દેશમાં પદ્મ પુરસ્કાર’ની પણ જાહેરાત કરવામાં આવી છે. એવોર્ડ મેળવનારાઓમાં એવા ઘણા નામ છે, જેમના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ આપણા દેશના અજાણ્યા નાયકો છે, જેમણે સામાન્ય સંજોગોમાં અસાધારણ કાર્યો કર્યા. તમારે તેમના વિશે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમની પાસેથી આપણને જીવનમાં ઘણું શીખવા મળશે પ્રધાન મંત્રીએ કહ્યું કે, ભારત કોરોનાના નવા વેરિઅન્ટ સામે મોટી સફળતા સાથે લડી રહ્યું છે. એ પણ ગર્વની વાત છે કે, અત્યાર સુધીમાં લગભગ ૪.૫ કરોડ બાળકોએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે. પીએમ મોદીએ કહ્યુ કે, હું યુવાનોને એક પ્રશ્ર્ન પૂછવા માંગુ છું. હવે કલ્પના કરો કે, તમે એક સમયે કેટલા પુશ-અપ્સ કરી શકો છો. હું જે કહેવાનો છું, તે તમને ચોક્કસ આશ્ર્ચર્યથી ભરી દેશે. મણિપુરના ૨૪ વર્ષીય યુવક થૌનાઓજમ નિરંજોય સિંહે એક મિનિટમાં ૧૦૯ પુશ-અપ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘એક કરોડથી વધુ બાળકોએ તેમની મન કી બાત મને પોસ્ટકાર્ડ દ્વારા મોકલી છે. આ પોસ્ટકાર્ડ દેશના અલગ-અલગ સ્થળોએથી તેમજ વિદેશમાંથી પણ આવ્યા છે. મને ભારતના મિત્ર દેશ ક્રોએશિયા તરફથી પણ ૭૫ પોસ્ટકાર્ડ મળ્યા છે. આ પોસ્ટકાર્ડ્સ આપણા દેશના ભવિષ્ય માટે આપણી નવી પેઢીની વ્યાપક દ્રષ્ટિની ઝલક આપે છે. આપણે જોયું કે ઈન્ડિયા ગેટ પાસેની ઁઅમર જવાન જ્યોતિ અને નજીકના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં પ્રગટેલી જ્યોતિ એક થઈ ગઈ હતી. અમૃત મહોત્સવના કાર્યક્રમો વચ્ચે દેશમાં અનેક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પુરસ્કારો પણ આપવામાં આવ્યા હતા. એક છે વડાપ્રધાનનો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર. આ પુરસ્કારો એવા બાળકોને મળવા જોઈએ જેમણે નાની ઉંમરમાં પ્રેરણાદાયી કાર્ય કર્યું છે