આધાર કાર્ડ લિંક કરવાની મુદત સુપ્રીમ કોર્ટે વધારી

0
877

વ્યક્તિના મોબાઈલ નંબર , બેન્ક એકાઉન્ટ, ઈન્કમ ટેકસ  તેમજ પાન કાર્ડ સાથે આધાર કાર્ડમાં રજૂ થયેલી વિગતો લિન્ક કરવા બાબત કેન્દ્ર સરકાર દ્વારા 31માર્ચ, 2018ની તારીખ નક્કી કરવામાં આવી હતી. પણ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આધાર કાર્ડની કાયદેસરતા અંગે જયાં સુધી સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ કોઈ અંતિમ નિર્ણય ના લે ત્યાં સુધી સરકાર આધાર – કાર્ડને લિંક કરવા માટે કોઈના પર જબરદસ્તી કરી શકશે નહિ. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાની હેઠળ રચવામાં આવેલી પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે  કહ્યું હતું કે, હજી આ અંગે કશો નિર્ણય લેવામાં ના આવ્યો હોવાથી સરકાર આ બાબત માટે કોઈને કશું દબાણ કરી શકે નહિ.