
આદિત્ય રોય કપુરના ચાહકો એની સુપરહિટ ફિલ્મ આશિકી-2 હજી ભૂલ્યા નથી. આદિત્ય રોય કપુર એક ખૂબ જ પરિપક્વ અને ઘડાયેલો અભિનેતા છે. તેની પ્રતિભાને પ્રગટ કરે તેવી ભૂમિકાઓ એને મળતી નથી. આશિકી-2ના નિર્દેશક મોહિત સુરી હવે ફરીથી આદિત્યનો હીરો તરીકે લઈને મલંગ નામની ફિલમનું નિર્દેશન કરી રહ્યા છે. આદિત્ય રોય કપુરે તાજેતરમાંએક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, આ મલંગ ફિલ્મ અલગ શૈલીની રોમેન્ટિક ફિલ્મ છે. તાજેતરમાં અમે ગોવામાં આ ફિલ્મના કેટલાક દ્રશ્યોનું શૂટિંગ કર્યું હતું. મને મોહિત સાથે કામ કરવાની મજા આવે છે. હું ને મોહિત એક ટીમ સ્પીરિટથી કામ કરીએ છીએ.મને આશા છેકે મારી આ ફિલ્મ મારા ચાહકોને અવશ્ય ગમશે.
કરણ જોહર નિર્મિત અને નવા નિર્દેશક અભિષેક બમર્ન દ્વારા નિર્દેશિત ફિલ્મ કલંક મલ્ટી સ્ટારર હોવા છતાં ટિકિટબારી પર કૌવત દેખાડી શકી નથી.ફિલ્મના સરેરાશ પ્રેક્ષકોને પણ આ ફિલ્મ ખાસ પસંદ પડી નહોતી. આદિત્ય રોય કપુરની અગાઉની ફિલ્મો ફિતુર વગેરે પણ નબળી પુરવાર થઈ હોવાથી આદિત્યનો હાલમાં એક સુપર હિટ ફિલ્મની આવશ્યકતા છે. મહેશ ભટ્ટ ફિલ્મ સડકની સિકવલ બનાવી રહ્યા છે, જેમાં આદિત્ય આલિયા ભટ્ટ સાથે મુખ્ય ભૂમિકા ભજવશે.