આદાનપ્રદાન સત્ર સાથે 25 વર્ષની ઉજવણી કરતું ‘સમર’ લેગસી રિક્રુટમેન્ટ ગ્રુપ

 

 

(ડાબે) 14મી જાન્યુઆરીએ યોજાયેલા સમારંભમાં ‘સમર’ના સભ્યો. (જમણે) ગાયત્રી રાવ સાથે ફ્રીહોલ્ડર શાંતિ નારા.

ન્યુ યોર્કઃ બ્લડ મેરો સેમ્પલો દાન કરવામાં મદદરૂપ થતા બી ધ મેચ નેશનલ રજિસ્ટ્રીના લેગસી રિક્રુટમેન્ટ ગ્રુપ સાઉથ એશિયન મેરો એસોસિયેશન ઓફ રિક્રુટર્સ (સમર) દ્વારા તાજેતરમાં લોહરી-મકર સંક્રાંત-બિહુ-પોંગલના પવિત્ર દિવસે પોતાના રજત જયંતી ઉજવણી સમારંભમાં દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમારંભમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં લાંબા સમયના સંસ્થાના સમર્થક અનિલ બંસલ, મિડલસેક્સ કાઉન્ટીની પબ્લિક સેફટીના ચેર ફ્રીહોલ્ડર શાંતિ નારા, સમુદાયના કેટલાક અગ્રગણ્ય સભ્યો, દર્દીઓ, દાતાઓ, સ્થાપકો રાફિયા અને મોઓઝામ ખાન સહિત બોર્ડના સભ્યોનો સમાવેશ થતો હતો.
પોતાનાં 25 વર્ષ દરમિયાન ‘સમર’ના એક લાખથી વધુ વોલન્ટિયર મેરો ડોનર્સ નોંધાયેલા છે, જેમણે ભારત સહિત દુનિયાભરમાં 400 દર્દીઓને સેવા આપી છે અને 250 ટ્રાન્સપ્લાન્ટની સુવિધા કરી આપી છે.
આ પ્રસંગે ઉપસ્થિતોને આદાનપ્રદાન સત્રમાં ભાગ લેવા માટે અને વિચારોની આપલે કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વિષય અવેસનેસ-જાગૃતિ હતો.
શૈક્ષણિક-સાંસ્કૃતિક-વ્યવસાયી સંગઠનો સાથે મજબૂત ભાગીદારી વિકસાવવા માટે અનેક લોકોએ સોશિયલ મિડિયા થકી અવેરનેસ ફેલાવવા પર ભાર મૂક્યો હતો, જેમાં સ્વયંસેવકોની નોંધણી વધારવા, યુનિવર્સિટીઓ-કોર્પોરેશનોમાં લર્નિંગ પ્રોગ્રામ રજૂ કરવા સૂચનો કર્યાં હતાં.
‘સમર’ની સ્થાપના રાફિયા પીરભોય ખાન દ્વારા 1992માં કરાઈ હતી, જેનો હેતુ સાઉથ એશિયન એથનિક ગ્રુપ સુધી પહોંચવાનો, તેની નોંધણી કરાવવાનો હતો