આદરણીય લતાજી, આપના 90મા જન્મદિને ખૂબ ખૂબ શુભકામનાઓઃઆપ જિયે હજારો સાલ, સાલકે દિન હો પચાસ હજાર !

0
934

 

આજે 28મી સપ્ટેમ્બરે ભારતના મહાન ગાયિકા સૂરસામ્રાજ્ઞી આદરણીય લતા મંગેશકરનો જન્મદિવસ છે. આજે લતાજી આયુષ્યના 89 વર્ષ પૂર્ણ કરીને 90મા વષૅમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. જેમના કંઠમાં પંચમસૂરનો વાસ છે, જેમને માતા સરસ્વતીનું વરદાન પ્રાપ્ત થયું છે તે લતા મંગેશકર આપણી ભારતીય કલા અને સંસ્કૃતિનું ગૌરવ છે. હિન્દી સહિત અનેક ભારતીય ભાષાઓમાં ગીતો ગાનારા લતાજીએ  સાત સાત દાયકાથી હિન્દીગીતોના વિશ્વમાં અમૂલ્ય પ્રદાન કર્યું છે. તેમણે એક ગાયિકા તરીકે હિન્દી ફિલ્મોના સામ્રજયમાં એકચક્રી શાસન કર્યું છે. ગુજરાત ટાઈમ્સ લતાજીને જન્મદિનની શુભકામના પાઠવે છે. પરમ પિતા પરમેશ્વર તેમને તંદુરસ્તીભર્યું દીર્ઘાયુષ્ય આપે એ જ પ્રાર્થના .. હેપી બર્થ ડે , લતાજી..