આત્માની ઉન્નતિ માટે બૌદ્ધ સાધુએ પોતાનો જ શિરચ્છેદ કરી નાખ્યો

 

બેંગકોકઃ થાઇલેન્ડના એક બૌદ્ધ મઠમાં એક બૌદ્ધ સાધુએ ગુલોટીન વડે પોતાનું જ માથું કાપી નાખતા ચકચાર મચી ગઇ હતી. મળતી માહિતી પ્રમાણે ઉત્તર પૂર્વ થાઇલેન્ડના નોંગ બુઆ લેમ્ફુ પ્રાંતમાં વાટ ફુ હીન બૌદ્ધ મંદિરમાં આ ઘટના ૧૫મી એપ્રિલના રોજ બની હતી. આ મંદિરમાં થમ્માકોર્ન વેંગપ્રીચા નામના એક ૬૮ વર્ષીય સાધુએ ગૌતમ બુદ્ધને બલિ ચડાવવા માટે પોતાનું માથુું એક કામચલાઉ ગુલોટિન વડે કાપી નાખ્યું હતું. આવું કરવા પાછળનો તેમનો હેતુ આત્માની ઉન્નતિ હોવાનું કહેવાય છે. તેમણે જ્યારે આ કૃત્ય કર્યું ત્યારે મંદિરમાં કોઇ હાજર ન હતું. બાદમાં મંદિરમાંથી તેમનો કપાયેલા માથા સહિતનો મૃતદેહ મળી આવ્યો હતો. નજીકથી મળેલા એક પત્રમાં આ સાધુએ લખ્યું હતું કે પોતે ભગવાનને પોતાના જીવન અને આત્માનું બલિદાન આપવા માગે છે જેથી ભગવાન તેમના આત્માને ઉચ્ચતા આપે.