આતંકવાદ વિરુધ્ધની લડાઈ એ કોઈ ધર્મ સામેની લડત નથી- જોર્ડનના રાજા અબદુલ્લા – બીજા બિન અલ હુસૈૈનની સ્પષ્ટ વાત

0
929
The King of Jordan His Majesty Abdullah II Bin Al-Hussein signing the visitors’ book, at Hyderabad House, in New Delhi on March 01, 2018. The Prime Minister, Shri Narendra Modi is also seen.
PIB

જોર્ડનના  રાજા અબદુલ્લા બિન અલ હુસૈન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણને માન આપીને  ત્રણ  દિવસ માટે ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ વિમાની મથકે ઉપસ્થિત રહીને તેમને આવકાર્યા હતા. નવી દિલ્હી સ્થિત ઈસ્લામિક સેન્ટર દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ઈસ્લામની વિરાસત વિષય પર બોલતાં આ બન્ને નેતાઓએ એકસૂરમાં જગતમાં વ્યાપી રહેલા આતંકનો અંત લાવવાની વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના વકતવ્યમાં જણાવયું હતું કે, ઈસ્લામની વિરાસત- સાંસ્કૃતિક વારસાને શબ્દા દ્વારા ના વર્ણવી શકાય , એને તો માત્ર મહેસૂસ જ કરી શકાય. માનવતા પર જુલ્મ કરનારા આ આતંકવાદીઓ એટલું નથી સમજી શકતા કે , નુકસાન તો એમના ઘર્મનું જ થાયછે,. જેને માટે તેઓ યુધ્ધ કરી રહ્યા છે.  એજ રીતો જોર્ડનના મહારાજાએ પણ પોતાના વકતવ્યમાં કહ્યું હતું કે, ઈસ્લામમાં નફરત માટે કોઈ સ્થાન નથી. આતંકવાદને ઈસ્લામ સાથે ના જોડી શકાય, આતંકવાદ વિરુધ્ધ લડાઈ એ ઈસ્લામની વિરુધ્ધ નથી. આ પ્રસંગે વકતવ્ય આપતાં શ્રી નરેન્દ્ર મોદીએ જોર્ડનના મહારાજાની સરાહના કરી હતી. મોદીએ વધુમાં જણાવ્યું  હતું કે, ભારતના લોકોએ સમગ્ર વિશ્વને એકસમાન ગણીને પોતાની આગવી ઓળખ ઊબી કરી છે. સાંસ્કૃતિક વૈવિધ્ય જ ભારતનો ખરો પરિચય છે, એની ઓળખ છે. દરેક ભારતીય એને માટે ગૌરવની લાગણી અનુભવે છે. ચાહે એ કોઈ પણ ભાષા બોલતો હોય, ચાહે એ મંદિરમાં દીપ પ્રગટાવે, ચાહે એ મસ્જિદમાં જઈને ખુદાની ઈબાદત કરે, ચાહે એ ચર્ચમાં જઈને પ્રાર્તના કરે, ચાહે એ ગુરુદ્વારામાં જઈને શબ્દપાઠ કરે….હોળીના તહેવાર બાદ થોડાસમય પઠી પવિત્ર રંમજાનવ મહિનો આવે છે. આ તો અમારા ભારતના વિવધ તહેવારના થોડાક ઉદાહરણો છે. સાંસ્કૃતિક વિવિધતા અને સામંજસ્ય જ ભારતની લોકતાંત્રિક રાજયવ્યવસ્થાનો પાયો છે.  

જોર્ડનના મહારાજા અબદુલ્લાએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, જોર્ડન દુનિયામાં  હંંમેશા શાંતિનું નિર્માણ કરવા માટે વાત કરી રહ્યું  છે. આજે આપણે મજહબ સાથે  સંબંધિત સમાચારો વાંચીએ છીએ, સાંભળીએ છીએ . એનાથી માત્ર લોકોમાં ભાગલા પાડી શકાય . દુનિયાભરમાં ફેલાયેલા વિવિધ પ્રકારના સંદિગ્ધ સંગઠનોની અંતિમવાદી વિચારસરણી માત્ર ઩નફરત ફેલાવવાનું કાર્ય  કરી રહી છે. પૈગંબર મહંમદસાહેબે કરુણા, દયા અને માનવતાનો ઉપદેશ આપ્યો હતો. હું એનું અનુસરણ કરુંછું અને મારા સંતાનોને એ શીખવું છું. એની સાથે સાથે એ ઉમદા  ઉપદેશ હું દુનિયાભરમાં વસનારા એક અબજ અને 80 કરો઼ડ  મુસલમાનો સુધી પણ પહોંચાડી રહ્યો છું.