આતંકવાદને પ્રોત્સાહન આપનારા પાકિસ્તાનને ગાલે બે જોરદાર તમાચા – અમેરિકાની સંસદમાં રજૂ કરાયો પાકિસ્તાન વિરુધ્ધ પ્રસ્તાવ- ખતમ કરી નાખો આતંકવાદીઓના અડ્ડાઓ અને તાલીમ શિબિરોઃ યુનાઈટેડ નેશન્સમાં ટેરર ફન્ડીંગ પર પ્રતિબંધ મૂકતો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો -આતંકવાદીઓને મળતા નાણા- ભંડોળ પર હવે અંકુશ મૂકાશે-યુનોમાં ભારતે પાકિસ્તાનની સખત ઝાટકણી કાઢી

0
671
Photo:Reuters

આતંકવાદને નષ્ટ કરવાના ભારતના પ્રયાસોની દિશામાં આજે ભારતને બે મોટી સફલતા પ્રાપ્ત થઈ હતી. ચીનની મદદના કારણે ખૂંખાર ત્રાસવાદી મસૂદ અઝહરને બચાવતું પાકિસ્તાન હવે ઝાઝો સમય એને નહિ બચાવી શકે. પાકિ્સ્તાન અને ચીનની મેલી મુરાદે પર કેટલેક અંશે લગામ કસવામાં આવી છે. ભારતના અનેક પ્રયાસો પછી આજે યુનોની સુરક્ષા સમિતિમાં એજે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. જેની અંતર્ગત, ત્રાસવાદી સંગઠનોને મળતા ફંડ પર પર પ્રતિબંધ મૂકવામાં આવશે. વિશ્વના જેો જે દેશ ત્રાસવાદને નાણાકીય ફંડ આપીને તેમની મદદ કરતા ંહશે તે દેશોની સામે પણ યુનો દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે.

   બીજી મહત્વની  વાત એ છેકે, અમેરિકાએ આજે ફરી એકવાર  પાકિસ્તાનને જોરદાર ઝાટકો આપ્યેા છે. ત્રાસવાદને પંપાળતા પાકિસ્તાન સામે અમેરિકાએ  ફરી વાર લાલ આંખ કરી છે. અમેરિકાની સંસદમાં સંસદ સભ્યો દ્વારા પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છેકે એ ત્રાસવાદને પંપાળવાનું બંધ કરે અને ત્રાસવાદીઓને ડામવા માટે સખતમા સખત કાર્યવાહી શરૂ કરે. અમેરિકાની સંસદમાં કોંગ્રેસમેન સ્કોટપેરીએ ઉપરોક્ત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. યુનોમાં ભારતના પ્રતિનિધિ સૈયદ અકબરુદી્ને પણ પાકિ્સ્તાનની નીતિ પર આકરા પ્રહારો કર્યા હતા.