આતંકવાદથી પરેશાન આસામમાં પોલીસને મોટી સફળતા મળી છે.

ગુવાહાટીઃ આતંકવાદથી પરેશાન આસામમાં પોલીસને મોટી સફળતા મળી છે. રાજ્યમાં પ્રતિબંધિત એવાં આઠ સંગઠનોના ૬૪૪ ઉગ્રવાદીઓએ ૧૭૭ હથિયારો સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે. આ તમામ ઉગ્રવાદીઓ ઉલ્ફા સહિતનાં વિવિધ સંગઠનો સાથે સંકળાયેલા છે. આ સમયે આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ પણ હાજર હતા. આસામના પોલીસવડા જ્યોતિ મહંતાએ કહ્યું હતું કે રાજ્ય અને પોલીસ માટે બહુ મોટો દિવસ છે. આટલા મોટે પાયે ક્યારેય આત્મસમર્પણ થયું નથી. ઉગ્રવાદીઓએ પોલીસને જે હથિયાર સોંપ્યાં છે એમાં એકે-૪૭ અને એક-૫૬ જેવાં અત્યાધુનિક શસ્ત્રોનો પણ સમાવેશ થાય છે. આ ઉગ્રવાદીઓને આસામ પોલીસમાં નોકરી અપાશે. ઉગ્રવાદીઓએ એવા સમયે આત્મસમર્પણ કર્યું છે કે જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ આગામી વર્ષે યોજાવા જઈ રહી છે